________________
હાર પડ્યો હતો, પણ જેનારને એ એકલે જ પહેરનારની સમૃદ્ધિનું તરત જ ભાન કરાવી દે તેટલો કીમતી હતો.
આવનારનું લલાટ વિશાળ હતું, ને સુંદર તિલકથી જોનારને આંજી નાખતું હતું. પગમાં ભારતભરેલી સુંદર મોજડીઓ હતી. અંદર પ્રવેશ કરતાં જ એક દાસે એ મોજડીઓ ઉતારી લીધી. તેજ ને તાકાતથી ઝળહળતો પુરુષ આગળ વધ્યો. એની પાછળ એની નાની આવૃત્તિ શો કુમાર આવતો હતો. એ શ્રેછી હેમરાજજીને પુત્ર જુગરાજજી હતો. બંનેએ જતિજીને જોયા, ને દૂરથી હાથ જોડ્યા..
જતિને ઓળખતાં વાર ન લાગી કે નક્કી આ શ્રેષ્ઠીવર્ય હેમરાજજી ! જેમના પર પિતે ઓળખાણપત્ર લઈને આવ્યા હતા એ કઈ સાધારણુ–મામૂલી માણસ નથી તેની એમને પ્રથમ દર્શને જ ખાતરી થઈ ગઈ
“મFણ વંદામિ ! શ્રેષ્ઠીવર્ય હેમરાજજીએ નમસ્કાર કર્યા, ને બે હાથ જોડ્યા. એમની લાંબી પુષ્ટ આંગળીઓ પરની હીરાજડિત મુદ્રાઓ તેજકણ વેરી રહી, પણ એથીય વધુ તેજકણ એ શ્રેણીની આંખે વેરી રહી હતી.
ધર્મલાભ!' જતિજીએ આશીર્વાદસૂચક હાથ લાંબે કર્યો.
મહારાજશ્રી ક્યારના તમારી રાહ જોઈ રહ્યા છે.” વચમાં કુંદનદેવીએ જતિજીને આગમનકાળ સૂચવી દીધો.
વિલંબ માટે ક્ષમા ! ગુરુદેવ, બાદશાહી જમાનામાં થોડું ઝવેરાત આપવાનું હતું, તેમાં પસંદગી કરવામાં વિલંબ થયો.”
ઝવેરાત ? હેમરાજજી, હું પણ દિલ્હીમાં ઝવેરાતની પસંદગી કરવા આવે છું.” જતિજીએ કમર પર છુપાવેલો એક પત્ર કાઢીને હેમરાજજીને આપે. હેમરાજાએ વિનયપૂર્વક લઈને વાંચવા માંડ્યો.
મહારાજશ્રી, પરિચય પત્ર વાંચે. ફરમાવ કામકાજ !' ૩૮ : દિલ્હીને ઝવેરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org