________________
અર્થશાસ્ત્ર, સોમદેવસૂરિનું નીતિવાક્યામૃત, હેમચંદ્રાચાર્યનું અહંનીતિશાસ્ત્ર તથા રાજા ભોજનું સમરાંગણત્રધાર વગેરે ઘણા ગ્રંથ હતા. મહાભારતના શાંતિપર્વને ખાસ ભાગ પણ ત્યાં જાળવવામાં આવ્યો હતો. આ સાથે મુસ્લિમ રાજનીતિનાં–શરિયતન–એની ચડતી પડતીનાં ઘણું પુસ્તકે ત્યાં હતાં. ખૂણામાં એક બે વેંત નાની બંદૂક ને એક સોનાચાંદીના નકશીકામવાળી બે ગજ લાંબી, વગર ઈગાર ચપે ફૂટનારી બંદૂક ટીંગાડેલ હતી. આ સિવાય નેજા, બરછી, સાંગ, કટારી, ખંજર, ગુપ્તી વગેરે હથિયારો ત્યાં પડવાં હતાં, ને તેના પર આછી ધૂળ ચડેલી હતી.
આ ખંડના મધ્ય ભાગમાં લાકડાનું સિંહાસન ગોઠવેલું હતું. તેની આગળ સુંદર વ્યાઘ્રચર્મ બિછાવેલું હતું. બેઠકની બરાબર. પછવાડે નાના એવા બાળ હાથીનું બે બાળકો સાથેનું ચિત્ર કોઈ કુશળ ચિતારાએ ચીતરેલું હતું. કાષ્ઠના એક આસન પર જતિજીને બેસવાનો સંકેત કરી હેમરાજજી તેમની સામે વ્યાઘ્રચર્મ પર બેઠા. જતિજીની આંખે આખા ખંડના શણગાર પર ચેટી રહી હતી. એમના કુતૂહલને પાર નહોતે.
“હેમરાજજી!' જાતિજીએ થોડી વારે દષ્ટિ સંકેરતાં કહ્યું“આ ઓરડો તમારા ગૃહના વાતાવરણથી ભિન્ન પડતો લાગે છે. શું સાચું? આ કે તે ?” રાજર્ષિ જનકની જેમ જતિજીએ પ્રશ્ન કર્યો. “મહારાજ, આ પણ સાચું ને તે પણ સાચું !”
એટલે ઝવેરી પણ ખરા ને યોદ્ધા પણ ખરા. એક શ્રાવકશ્રેષ્ટ થઈને આ બધું શી રીતે...
મહારાજ! શ્રાવક શ્રેષ્ઠ થયો એટલે તો આ બધું એક ઓરડામાં પૂર્યું. પિતાજી તે આટલુંય રાખવાનો વિરોધ કરે છે.'
“હું કંઈ ન સમજ્યો.” ૪૨ : જતિજીએ કહેલી રાજકથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org