________________
તે સદા જયવંતું જ છે. નકામા આપણુ સાધુને વળી ઉધામા શો ?” હાય, આ જવાબ પેાતાની કણેન્દ્રિયથી સાંભળવા કરતાં પૃથ્વી માગ આપે તે સમાઈ જવામાં આ શાસનસુભટને ખરેખર સુખ જ લાગત. પુરુષાર્થ ને પ્રારબ્ધ બંનેના ઉપાસક જૈતેની આ દુર્દશા! જતિજી દિવસા સુધી અશાંત રહ્યા. એમને આછું આછું આવવા લાગ્યું. જો શાસનને હીનતામાંથી ન બચાવી શકાય તે આ સંયમ, ત્યાગ ને તપ શા કામનાં ? પ્રભુનું શાસન હજાર વર્ષ ચાલે, પશુ આવી નિળતા ને પરાશ્રયીપણાથી ચાલે તે એના અર્થ શું? એની અસ્મિતા શી ? એની વિશેષતા શી ?
અને આ શાસનસુલટને યાદ આવ્યા—વિક્રમપ્રતિમાધક સિદ્ધસેન, અશાકપ્રતિખાધક ઉપગુપ્ત, પુષ્યમિત્રપ્રતિષેાધક પતંજલિ ને સિદ્ધરાજ-કુમારપાળપ્રતિાધક હેમચંદ્રાચાર્યે ! એમની સ્વીકૃત નૃપ-પ્રતિમાધની નીતિ તેમને યેાગ્ય તે ઉચિત ભાસી. શાણપણુ એકલું ન ચાલે, સાથે સત્તા પણ જોઈ એ !
સત્તા-રાજ્યાશ્રય—વિના ધર્મનું વિવિધરંગી ગુલાબ ન ખીલે ! રાજવી ગમે તે ધન! હાય, અને પ્રતિમાધવા-ઉપદેશ આપવા; યેન કેન પ્રકારેણ પેાતાને રાગી બનાવવા અને એ માટે પેાતાનાં વિદ્યા, વૈરાગ્ય કે વ્યક્તિત્વ ખવાં પડે તેા ખવાં, પણુ રાજ્યાશ્રય હાંસલ કરી ધર્માંના ઉદ્યાનને સેળે કળાએ ખીલવવું. જતિજીને નિન વેરાન રણમાં જાણે એક મીઠી વીરડી લાધી ગઈ. અંધારી રાતમાં એકાએક પૂર્ણચંદ્રના ઉદય થયા!
મારવિજય સાધવા નીકળેલા જતિજીએ હવે રાજ્યાશ્રય મેળવવા કમર કસી. આ માટે એમણે રાજકારણમાં ઝુકાવ્યું; દેશ, ધર્મો ને સમાજની સ્થિતિની ઊંડી અવગાહના કરવા માંડી. એમના જીવનમત્ર એક જ હતા; એમની સાધના, સહિષ્ણુતા ને વિદ્વત્તા એક જ કા પાછળ ખર્ચાતી હતી અને તે જૈનશાસનના જય માટે. સાચી
૨૮ : જતિજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org