________________
તુકોને મળવા માટે એક વિશાળ ઓરડામાં દીવાનખાનું આવેલું હતું. આખું દીવાનખાનું મજબૂત પથ્થરોથી બનાવેલું હતું, ને ઊંચે રાતા કીમતી પથ્થરોની નકશીદાર જાળીઓ ગોઠવેલી હતી. જાળીઓની બાજુમાં કલાકારીગરીવાળા નાના ગોખ બનાવેલા હતા, જેમાં દૂર દૂર દેશથી આણેલાં હાથીદાંતનાં રમકડાં, બિલોરી કાચનાં પાત્રો, સોના-ચાંદીના જડાવદાર હથિયાર ને જડાવકામ કરેલી શીશીઓ હતી. દીવાનખાનાની છત સોનેરી ઢળથી ચીતરેલી વેલ ને પૂતળીઓથી સુશોભિત હતી. સાદાં ને ચમકદાર કીમતી ઝુમ્મરે ત્યાં લટક્તાં હતાં.
આખા દીવાનખાનાની ફર્શ ચાર આંગળ જાડી રૂની ગાદીથી મઢી લીધેલી હતી, ને મધ્યભાગમાં બે ચીકનના અને જરીભરતના કામથી શોભાયમાન ગાલીચા બિછાવ્યા હતા, ને ભીંતસરસે એક મેટા ઉમદા રેશમી કિનખાબનો તકિયે મૂક્યો હતો. ઉપરાંત અડખેપડખે કૂલબુટ્ટાવાળા મખમલના, મશરૂના, કિનખાબના નાના નાના ગલીચા ને તકિયા નાખેલા હતા. દીવાનખાનાની એક દીવાલને અઢેલીને એક મોટા પેટવાળા રોકડિયાજી બેઠા હતા, જેમની પાસે કેટલીક નાની મોટી મંજૂષાએ પડેલી હતી. આ મંજૂષાઓ અબનસના જાડા લાકડાની બનાવેલી હતી, ને ચાંદીનાં પતરાંઓથી મઢેલી હતી.
દીવાનખાનાની એક ભીંતમાં ધૂપદાની જડેલી હતી, અને એમાં બળતા અગરુ ને સુવાસિત દ્રવ્યની સુવાસ નાસિકાને તીવ્ર બનાવતી હતી. જતિજી આવ્યાની ખબર જ્યારે દાસે અંદરના ભાગમાં પહેચાડી ત્યારે માલૂમ પડયું કે ઝવેરી કાર્યપ્રસંગે બહાર ગયા હતા. પણ એક શ્રાવકશ્રેષ્ઠીને ત્યાં આવનાર સાધુપુંગવનું સન્માન તો થવું જ ઘટે એ જૂનો કુલધર્મ હતો. આ માટે અંદરના ઊંડા ઓરડામાંથી એક ઝીણે રણકાર સંભળાયો :
લવંગી, જતિજી ક્યાં છે?' ૩૪ : દિલહીને ઝવેરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org