________________
હતું; પણ આ તે જૈન શાસનના જ પૂજારીએ, એના જ ઉપાસકઃ વધીઓએ નિરભ્ર ધર્માંકાશમાં અકાળે વજ્રપાત કર્યાં હતા. તેઓ કહેતા હતા કે નપ્રતિમા જોઈ એ, ન સાધુ ખપે, ન ચાલુ સમાચારી કલ્પે ! શાસનના મહત્ત્વના તમામેતમામ સ્તંભો પર જ ધા!
શાસનના સેવક જ સગે હાથે શાસનને આગ ચાંપવા ખડા થયા હતા. અમદાવાદના એક પ્રતિભાશાળી ને લાગવગવાળા શાહે* જિનપ્રતિમા ને જિનપૂજાના નિષેધના પાકાર પાડ્યો હતા. ઇસ્લામીએની બુતપરસ્તીની જેહાદ ચાલુ જ હતી. ત્યાં આ પ્રતિમાનિષેધને પાકાર પાડયો. પાકાર પાડનારે શાસ્ત્રોના આધારે। ટાંકવા, આગમેાના ઉલ્લેખા બતાવ્યા ને સૈકાના કષ્ટથી પ્રતિમાપૂજન ટકાવી રહેલ જનતાના ઉત્સાહ પર કુઠારાધાત થયેા. ભલું થયું ભાંગી જંજાળ. હવે તે અશાંતિનાં નિમિત્ત બનેલાં આ તી ન જોઈ એ, ન મદિર જોઈ એ, ન પ્રતિમા કે ન દેવમૂર્તિ જોઈએ? ચિંતા માત્ર છૂટી!
ઘરમાં લાગેલી આગ કેમ મુઝાવવી ? તિજી આ વિમાસણુમાં હતા ત્યાં એક નહીં પણ અનેક જ્વાલામુખીએ ફ્રાય્યાના ઉપરાઉપરી સમાચાર તેમને સાંપડ્યા. મૂર્તિનિષેધાના પંથમાં વિદ્યાના ભળતા હતા. તેઓએ નવાં શાસ્ત્ર, નવા વાદેાપવાદ, નવા તર્કવિતર્ક રચ્યા તે આ વાદ ખૂબ પ્રચારમાં આવ્યેા. અને આટલાથી જાણે પૂરું ન હેાય તેમ એક વળી નવા · કડુવા ’ નામને વિદ્વાન પાકયો. એણે મૂર્તિપૂજાના નિષેધ ન કર્યાં, પણ સાધુસ ંસ્થાએ સામેજ બળવા ઉઠાવ્યેા. એણે કહ્યું : વર્તમાન કાળે સાધુએ છે નહીં, માટે સાધુ ન કરવા. શ્રાવકવેરો સંચરવું તે ઉપદેશ કરવા——એ એને મત હતા.
ધરને એ બાજુથી આગે ઝડપી લીધું. એટલામાં વળી ચાલુ શાસ્ત્રસમાચારી (આચારધમ)ના વિરાધ કરતા એક વધુ મત ખડી થયેા. હવે તેા કાઈ મા ન રહ્યો. અધૂરામાં પૂરું. આ વેળાએ * લાંકાશાહ (સ. ૧૫૦૮).
૨૬ : જતિજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org