________________
ને હુમાયુની નોકરી ની છેડત. અફધાને આખરે તે મારા ભાઈ છે. એ સમજશે કે તેમના ફાયદા માટે મેં ઝંડે ઉઠાવ્યા છે, ત્યારે આપોઆપ આવી મળશે! મલિકા, મારા દોસ્ત હેમરાજ કહે છે કે હિન્દુસ્તાન તો આજે ખુલ્લું મેદાન છે. ન રાજપૂત, ન ચૌહાણું કે ન દીપઠાણું કે ન મેગલનું એ છે. જેની પાસે વીરતા હશે, એકદિલી અને દિલાવરી હશે, તાકાત ને તમન્ના હશે, એ રાજ્ય કરશે. એક વાર મેં મારે બાલ્સાહતને ઇરાદે જાહેર કર્યો ને એણે કોઈ ઉસ્તાદ ઈલમ આપે એમ મને કહ્યું:
“શેરખાં! બાબરથી અંજાવાની જરૂર નથી. એ રાજનીતિકુશળ જરૂર છે, પણ અહીંની રાજપદ્ધતિને અજાણ્યો છે. એના મંત્રીઓ ને વજીરો જ રાજય ચલાવે છે. બાદશાહ તે લડાઈઓમાં દીવાનો અન્યો છે. એણે બિચારે કદી એક ગામમાં બે રમજાન મહિના વિતાવ્યા નથી. રાજ્યના ભલા તરફ તેનું લક્ષ નથી, માટે રૈયત એને
યાર નહીં કરે! ઐક્ય જમાવો, એકદિલી કેળવો; અને પછી લશ્કર જમા. રજપૂતાઈ રાણા સંગની સાથે ગઈ. આજે તે અફઘાનની જેમ રાજપૂતો ખુદગરજી ને ખૂબસૂરતી પાછળ મરી રહ્યા છે. ચાહે તે ગયેલી રાજ્યલક્ષ્મી અફઘાનોને સાંપડવી મુશ્કેલ નથી. લશ્કર પર કાબૂ, રૈયત પર સમાન ભાવ, ને અદલ ઈન્સાફ વર્ષોથી જુલમ સહન કરતી આવેલી હિંદુસ્તાનની પ્રજા આજે કેઈ શાંતિના ફિરસ્તાની રાહમાં છે. મલિકા, મારા ઉસ્તાદના ઇલમની વાત તને કરી. બોલ, હવે તું મને બાદશાહ બનાવીશ ?”
“શા માટે નહીં ? આવતી કાલે આપણી શાદી થશે ને આવતી કાલે શેરખાં શહેનશાહીના પેગામ છેડશે. ચુનારગઢની મલિકાને ત્યાં કઈ વાતની ખોટ છે ?” મલિકા ચિત્તાના માં સાથે પોતાના સુંદર ગાલ ઘસી રહી હતી.
ખોટ ? એક જ બાબતની.” કઈ બાબતની?”
ભુલાયેલે ભેરુ : ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org