________________
ત્યાં આયુષ્યનો કોઈ ભરોસો ન હોવાથી કામાદિના ત્યાગ પૂર્વક ધર્મ એજ સારભૂત છે. તેજ કરવા જેવો છે. એ પ્રમાણે તત્ત્વ છે. . .
મૃત્યુનું કોઈ કારણ ન હોવા છતાં પણ જીવન છે ત્યાં સુધી મનુષ્ય શાંતિને પામતો નથી. કારણ સાત ભયો તેને નિરંતર અશાંતિ આપે છે. તે ભયો આ પ્રમાણે છે. - (૧) આલોક ભય (૨) પરલોક ભય (૩) ચોરીનો ભય (૪) અકસ્માતનો ભય (૫) આજીવિકાનો ભય (૬) મરણનો ભય (૭) અપકીર્તિનો ભય મનુષ્ય વિ. ને સજાતીય થી એટલે કે મનુષ્યને મનુષ્યથી ભય તે ઇહલોક ભય.... વિજાતીયથી એટલે કે તીર્થંચ અને દેવાદિ તરફથી ભય તે પરલોક ભય, ધન માટે ચોર વિ. થી ભય, બાહ્ય નિમિત્ત ન હોવા છતાં અકસ્માતનો ભય તે અકસ્માત ભય, દુષ્કાળ વિ. માં નિર્ધનને આજીવિકાનો ભય, મરણ ભય પ્રિસધ્ધ છે. અને અપયશ અપકિર્તીનો ભય....... (૭)
આ સાત ભયો હંમેશા અરતિ કરનારા અને મૃત્યુને પણ આપનારા થાય છે. તેથી કરીને આવા પ્રકારના ઘણા વિનોવાળા નરભવમાં ધર્મ એજ સારભૂત છે. તે સ્વર્ગ અને અપવર્ગને (મોક્ષ) આપતો હોવાથી સેવવા યોગ્ય છે. તે જ ખરૂં તત્ત્વ છે.
કહ્યું છે કે:- શીધ્ર ધર્મનું આચરો અને ક્યારે પણ પ્રમાદ કરો નહિ બહુ વિપ્નવાળો કાળ હોવાથી મધ્યાહ્નનો પણ વિચાર ન કરવો એટલે કે ધર્મ માટે જે સમય પ્રાપ્ત થયો છે. તેને એક ક્ષણવાર માટે પણ છોડો નહિ કહ્યું છે કે ધર્મ શીધ્ર કરો કારણ કે જગતનું ભક્ષણ કરવાની લોલુપતાવાળા કાળે દેવ, નારક, તિર્યંચોને પોતાનું ભક્ષણ બનાવ્યું છે.
હે આત્મન્ ! જ્યાં સુધી કુઠારા ઘાત કરનારો કાળ વિ. તારા જીવનરૂપ વૃક્ષને છેદે નહિ ત્યાં સુધી સારા પરિણામ માટે ધર્મનું આચરવામાં પ્રયત્નશીલ બન કારણ કે જીવનરૂપ વૃક્ષ છેદાઈ જતાં કોણ ક્યાં કેવી રીતે થશે તેની કોઈ ને કંઈ ખબર નથી. સાત ભયથી પરાભવ પામેલા ને આઠ વિપ્લવ (ઉપસર્ગ) એટલે કે (૧) અનિષ્ટ યોગ (૨) રોગ (૩) દુષ્ટ પરિવાર
ess
...
-
ક
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
મ.અ.અંશ-૧,તરંગ-૪
* * * *