________________
મો ! આધ્યસાધનવિમાનષિ મૂઢ !,
नापथ्यभोजनकृतो हि गदोपशान्तिः ।।९।। ભાવાર્થ - નિર્ધનપણાથી હારેલો, દુઃખી થયેલ મનવાળો એવો તું નિર્ધનતાને દૂર કરવાની ઈચ્છા કરે છે અને ધનને મેળવવા માટે નિત નિરંતર પાપને આચરે છે. પરંતુ તે અજ્ઞ! સાધ્ય (લક્ષ) સાધનાના વિભાગનો વિચાર કર - ખ્યાલ કર.. અપથ્યનું ભોજન કરવાથી ક્યારે પણ રોગનો નાશ થતો નથી ઉલ્ટો વધે છે એટલે કે પાપ કરવાથી ક્યારે પણ સુખ મળતું નથી દુઃખજ પ્રાપ્ત થાય છે. આ दास्यं वरं न च समृद्धिभरोऽप्यधर्मात्,
कंदाशनं वरमधैर्न सुधोपभोगः । वासो वरं सह मृगैरघजं न राज्यं,
मृत्युर्वरं सवृजिनं न च दीर्घमायुः ||१०|| ભાવાર્થ - હે સદાચારી! પાપ કરીને સમૃધ્ધિવાન બનવા કરતા સેવકપણું સારું છે. પાપકરીને અમૃતનું ભોજન કરવા કરતાં ઝાડના મૂળ ખાઈને જીવવું ઉત્તમ છે. હરણ વિ. વન પશુઓ સાથે વનમાં વાસ કરવો શ્રેષ્ઠ છે. પરંતુ પાપ થકી પ્રાપ્ત થતું રાજ્ય સારું નથી પાપ કરીને લાંબુ જીવવા કરતાં મૃત્યુ ઉત્તમ છે ૧ol. आत्मन् ! जडोऽसि बधिरः किमनीक्षणोऽसि,
यद्दुष्कृतानि कुरुषेऽप्युदयाभिलाषी । जानासि नैतदपि सर्वजनेषु रूढं,
गोपाऽपि क्षयमिह प्रवदन्ति पापात् ।।११।। ભાવાર્થ – હે આત્મા! શું તું નિર્જીવ છે ? શું તું કાને સાંભળતો નથી? શું તું નેત્ર વિનાનો છે? કે જે તું ઉત્કર્ષનો ઈચ્છુક છતાં પણ દુષ્કતો-પાપોને કરે છે. સકલ જનમાં પ્રસિધ્ધ આ હકિકત ને શું તું જાણતો નથી ? કે અભણ એવો ગોવાળીયો પણ જાણે છે (કહે છે) કે પાપના કારણે ક્ષય થાય છે યાને પાપથી દુઃખ આવે છે. ૧૧/l
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અપરતટ અંશ - ૩
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::