________________
ફળોને આપવા સમર્થ છે. તેવા સુચારૂ ધર્મને કહેનારા એવા શ્રી અરિહંત પ્રભુની તમે પૂજા, ભાવના, ભક્તિ કરવા ઉજમાળ બનો. I૪ll सबसुहं धम्मफलं धम्मो सुद्धागमा स जिणमूलो । इहपरलोइअसिवसुहाभिलासिणा ता जिणो पुज्जो ||५|| ભાવાર્થ – સમસ્ત સુખએ ધર્મનું ફળ છે. જે વિશુધ્ધ આગમમાં કહેલો ધર્મ છે. તે આગમનું (ધર્મનું) મૂળ જિનેશ્વર ભગવંત છે. તેથી ઈહપરત્ર (આલોક અને પરલોક) સંબંધી અને મોક્ષ સુખના ઈચ્છું કે માત્ર જિનને પૂજવા જોઈએ અર્થાત્ સમસ્ત સુખનું કારણ વિશુધ્ધ એવા આગમમાં કહેલો ધર્મ છે. તેવા આગમ મૂળને કહેનારા જિનેશ્વર ભગવાન છે. તેથી બંન્ને લોક સંબંધી અને મોક્ષ સુખની ભાવના વાળાએ જિનને ભજવા યોગ્ય છે. પણ सुरअसुरवाणमंतरजोइसखयराइणो जमच्चंति । सासयजिणभवणेसुं सेअत्थं तं जिणं भयह ।।६।। ભાવાર્થ -સુર, અસુર, વાણવ્યંતર, જ્યોતિષી અને વિદ્યાધરોના રાજા વિગેરે શાશ્વતા જિનમંદિરમાં રહેલા જિનેશ્વરને પૂજે તે જિનેશ્વરને તમે-શ્રેમાટે સેવો.
सारं नरे तिवग्गो तत्थवि धम्मो तहिपि जिणभणिओ | तत्थवि पणपरमिट्टी तेसु जिणो तं भयह तेण ||७|| ભાવાર્થ - હે પરમાર્થિક ! મનુષ્યત્વમાં ધર્મ, અર્થ, અને કામ સાર રૂપ છે. તે ત્રિવર્ગમાં પણ ધર્મજસારરૂપ છે. તે ધર્મોમાં પણ વિતરાગ પરમાત્માએ કહેલો ધર્મજ સારરૂપ છે. તેમાં પણ પંચપરમેષ્ઠિ (અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) શ્રેષ્ઠ સાર રૂપ છે. તેમાં પણ જિનેશ્વરપ્રભુ (અરિહંત) અત્યુત્તમ સાર રૂપ છે. તેથી કરીને તમે જિનેશ્વર પ્રભુને પૂજો. શા कप्पडुमंमि तरुणो मणिणो चिंतामणिम्मि जह सके । जिणभत्तीए धम्मा तप्फलदाण तहा सब्वे ||८|| ભાવાર્થ – એક કલ્પવૃક્ષમાં બધા વૃક્ષો, એક ચિંતામણિ રત્નમાં બધા
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અપરતટ અંશ - ૮
sciet+:::::::::::::::::: ••••••••••••••••••