________________
नश्यन्ति विघ्ना विलसन्ति संपदो,
हृदि स्थिते यत्र जिनः स पूज्यताम् ||३५||
ભાવાર્થ:જેને હૃદયમાં જિનેશ્વર ભગવાનને સ્થિર કર્યા છે. તેને ગ્રહો ખુશ થાય છે. દેવોવશ થાય છે. વ્યંતરદેવો વિગેરે અને દુશ્મનો વિઘ્નકરવા શક્તિશાળી બની શકતા નથી, અંતરાયો વિનાશ પામે છે અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેવા જિનને તમે સેવો. ૩૫॥
द्विधा भवापायगदोपशान्तये दिदेश यो धर्मरसायनं परम् । स्मृतोऽपि दत्ते ह्यजरामरं पदं
सोऽपूर्वधन्वन्तरिरर्च्यतां जिनः ||३६||
ભાવાર્થ :- સંસારના દુઃખરૂપી રોગોની શાંતિ માટે જેમણે શ્રેષ્ઠ (દેશવિરતિ અને સર્વવિરતિ અથવા જ્ઞાન અને ક્રિયા ધર્મરૂપી રસાયણ (ઔષધ) બતાવ્યું છે. તેમજ જે ધન્વંતરી સ્મૃતિપટમાં લાવતાં મોક્ષરૂપ સ્થાનને નિશ્ચિત આપે છે. તે પહેલાં ન જોયા હોય તેવા ધન્વંતરી એવા જિનેશ્વરને તમે પૂજો. II૩૬॥
यदागमेनापि भवानसङ्ख्यान्
विदन्ति षड्जीवमयं च विश्वम् ।
मुक्तियदाज्ञावशगैव भव्या,
विधीयतां सर्वविदोऽस्य भक्तिः ||३७|
ભાવાર્થ :- હે વિશુધ્ધ બુધ્ધિ ! જેના શાસ્ત્રો થકી અસંખ્યાતા ભવો જણાય છે. અને છજીવયુક્ત વિશ્વને જાણે છે. મુક્તિ જેની આજ્ઞાને વશરહેલી છે. એવાશ્રી સર્વજ્ઞ પ્રભુની ભક્તિને કરો. II૩૭ll
प्रातिहार्यरमयाऽतिशयैर्वा, वाग्गुणैः सुविशदागमधर्मैः । यो निनाय नयते खलु नेष्यत्याश्रितान् शिवपदं स जिनोऽर्च्यः ||३८||
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (274 અપરતટ અંશ ..