________________
ભાવાર્થ - જે ભક્તિરાગથી દૂધ વડે જિનેન્દ્ર પ્રભુને અભિષેક કરે છે, તે દૂધના સરખા નિર્મળ અને ઉજ્જવલ એવા વિમાનમાં દીર્ધકાળ સુધી આનંદ કરે છે. दहिकुंभेसु जिणं जो ण्हवेइ दहिकोट्टिमे सुरविमाणे । उप्पज्जइ लच्छिधरो देवो दिब्वेण रूवेणं ||८०।। ભાવાર્થ :- જે દહીંના કલશો વડે જિન પ્રભુને અભિષેક કરે છે તે દહીંના સરખા ભૂમિતલવાળા દેવ વિમાનમાં દિવ્યરૂપે કરી શોભાને ધારણ કરતો એવો તે દેવ થાય છે. एत्तो घियाभिसेयं जो कुणइ जिणेसरस्स पययमणो । सो होइ सुरहिदेहो सुरपवरो वरविमाणम्मि ||८१।। । ભાવાર્થ :- જયણાથી જે જિનેશ્વરને ઘીનો અભિષેક કરે છે તે શ્રેષ્ઠ એવા વિમાનમાં સુગંધી શરીરવાળો ઉત્તમ દેવ થાય છે. अभिसेयपभावेणं बहवे सुव्वंतिऽणंतविरियाई । लद्धाहिसेयरिद्धी सुरवरसोक्खं अणुहवंति ||८२।। ભાવાર્થ - શાસ્ત્રમાં સંભાળય છે કે અભિષેકના પ્રભાવથી પ્રાપ્ત કરી છે અભિષેકની ઋદ્ધિ જેમને એવા અનંતવીર્ય વગેરે ઘણા ઉત્તમ દેવતાના સુખને અનુભવે છે. भत्तीए निवेयणंय बलिं च जो जिणहरे पउंजेइ । परमविभूई पावइ आरोग्गं चेव सो पुरिसो ||८३।। ભાવાર્થ:- જે જિનમંદિર વિષે ભક્તિ અને સન્માનપૂર્વક બલિ - નૈવેદ્યને આપે છે, તે પુરુષ પરમ આબાદી અને આરોગ્યને પામે છે. गंधब्बतूरनर्से जो कुणइ महुस्सवं जिणाययणे । सो वरविमाणवासे पावइ परमुस्सवं देवो ||८४|| ભાવાર્થ :- જે જિનમંદિરમાં ગંધર્વ, વાજીંત્ર અને નાટક પૂર્વક મહોત્સવ કરે છે, તે શ્રેષ્ઠ વિમાનના સ્થાન વિષે દેવ થાય છે અને પરમ ઉત્સવને પામે છે. जो जिणवराण भवणं कुणइ जहाविहवसारसंजुत्तं । सो पावइ परमसुहं सुरगणअहिणंदिओ सुइरं ||८५|| ભાવાર્થ - જે પોતાના વિભવ અને ઉત્સાહે કરી યુક્ત જિનેશ્વરોનું મંદિર કરે છે, તે દેવના સમૂહથી અભિનંદનને પામતો લાંબા સમય સુધી પરમ સુખને પામે છે. ૮૫. जे अ धम्मपोअदाणे छजीवगोवालणे सिवपहे अ । निज्जामग महगोवा सत्थाहा ते जिणे भयह ||३०|| ભાવાર્થ :- જેઓ ધર્મરૂપી નાવને આપનારા નિર્ધામક (તુલ્ય) છે. છ જીવ નિકાયરૂપી ગાયોના પાલન માટે મોટા ગોપાલ છે. અને મોક્ષ પદે પહોંચાડનારા સાર્થવાહરૂપ છે. તેવા જિનેશ્વરને તમે આરાધો ૩૦ણા पूआइ कुमाराई पभावइ नट्टि नादि दहवयणो । गीए सिहो दाणे चंदो जिणभत्ति दिटुंता ||३१||
Hહ
ન
!
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 272) અપરતટ અંશ - ૮ |
:
::::::::
:
:::::::::::::::::
:::::::::::::::
::::::::::::::::::