________________
जिणभवणबिंबपूआ पइट्ठजत्ताइगीअनट्टाऽऽणा ।। सासणपभावणाइ वि जिणभत्ती देइ इट्ठफले ||२६।। ભાવાર્થ - જિનચૈત્ય (મંદિર), પ્રતિમાની પૂજા, પ્રતિષ્ઠા, યાત્રા, ગીત, સ્તવન, નાટક, આજ્ઞા અને શાસન પ્રભાવના આદિ જિનભક્તિ મનોવાંછિત ફળને આપે છે. ll૨૬ી. तिविहं तिकरणसुद्धो तिकालपूअं जिणस्स जो कुणइ । भुंजिअ तिवग्गसारं चउत्थवग्गंपि सो लहई ॥२७॥ ભાવાર્થ - જેઓ મન, વચન, અને કાયાના ત્રણ યોગથી શુધ્ધ થઈને જિનવરની ત્રણ પ્રકારે (અંગ-અગ્ર-ભાવ-પૂજા) ત્રિકાલ - (સવાર, મધ્યાહન, સાંજ) પૂજા કરે છે. તેઓ ત્રણ પ્રકારના (ધર્મ-અર્થ અને કામ) સારને અનુભવીને (ભોગવટો કરીને) ચોથો વર્ગ એટલે કે મોક્ષને પણ તેઓ મેળવે છે. ર૭. घय १ दहि २ खीर ३ सुरहि
जला-भिसेअ ४ गुरुधूय ५ चंदण ६ तुरुक्के ७ । ' चामर ८ छत्त ९ पडागा १०,
लंबूसय ११ दप्पणे १२ दीवं १३ ॥२८|| गंधव्व १४ तूर १५ नट्टे १६
बलि १७ कुंकुम १८ वत्थ १९ माइबहुभेए । जिणपूआए दिंतो
पावइ वंछिअसुहं सययं ।।२९।। युग्मम् ।। इति श्रीपद्मचरित्रोक्तपूजोपदेशगाथाद्वयं । ભાવાર્થ - (૧) વૃત (૨) દહીં (૩) ખીર (૪) સુવાસી જલનો અભિષેક (૫) ઊંચી જાતનો (અગરૂ) ધૂપ, (૬) ચંદન (૭) તુરૂષ્ક (૮) ચામર (૯) છત્ર (૧૦) ધજા (૧૧) લંબુસય (દડાના આકારનું આભુષણ) (૧૨) દર્પણ (૧૩) દીપ(૧૪) દેવગીત (૧૫) વાજીંત્ર (૧૬) નાટક (૧૭) નૈવેદ્ય (૧૮) કુમકુમ (કંકુ) (૧૯) વસ્ત્ર આદિ ઘણા પ્રકારે જિનપૂજા-ભક્તિ આદિ કરતો આત્મા દિનપ્રતિદિન વાંછિત સુખને પ્રાપ્ત કરે છે. યુગ્મ ૨૮-૨૯ એ પ્રમાણે શ્રીપદ્મ ચરિત્રમાં કહેલ પૂજાના ઉપદેશને
જણાવનારી બે ગાથાઓ કહી I ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 270) અપરતટ અંશ - ૮