Book Title: Updesh Ratnakar Part 02
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 284
________________ जस्साणा तिजगम्मि वि सामित्तं देइ पूअण पूआ । झाणं सिवसुहमवि तं अच्चेह जिणं जहिट्ठफलं ॥२१।। ભાવાર્થ - હે ભાગ્યવંતો ! જેની આજ્ઞાનું પાલન ત્રણે જગતનું પ્રભુત્વ અપે છે. જેની પૂજા પૂજ્ય બનાવે છે. જેનું ધ્યાન મોક્ષ સુખને પ્રાપ્ત કરાવે છે. તેવા વાંછિત ફલને આપનારા જિનેશ્વર ભગવંતને તમે પૂજો. ર૧// कुसुममवि जंमि वविअं होइ हु कप्पडुमोऽभिमयदाणा | तंमि जिणखित्ति वविउ धणबीअं कुणहऽणंतफलं ।।२२।। ભાવાર્થ :- જેમાં રોપેલું પુષ્પ પણ ઈચ્છિત પૂરનાર કલ્પવૃક્ષ સમાન બની જાય છે. તેવા જિનરૂપી ક્ષેત્રમાં ધનરૂપી બીજને રોપીને અક્ષય ફળને આપનારૂં બનાવો. રરો तिजगस्सवि जम्माइसु आणंदो अइसया य भुवणहिआ । आसिवदाणे सत्ती जस्स जिणिंदं तमच्चेह ||२३|| ભાવાર્થ - જેના અવન, જન્માદિ પાંચે કલ્યાણકોમાં ત્રણે જગતના જીવો આનંદ-સુખને પામે છે. જેના અતિશયો ત્રિલોકને કલ્યાણકારી છે. અને જેની શક્તિ મોક્ષપર્યંતના સુખ આપનારી છે. તેવા શ્રી જિનેશ્વર દેવની તમે અર્ચના (પૂજા) કરો. ર૩ आराहय जिणमेअं मुहत्तमित्तंपि जंमि पडिवन्ने । पुग्गलपरिअट्टद्धे होइ सिवं खविउ तेऽणंते ||२४|| ભાવાર્થ – હે મુમુક્ષુ! જેનો મુહુર્તમાત્ર સ્વીકાર કરવા માત્રથી અનંતપુદ્ગલ પરાવર્તકાળને ખપાવીને અર્ધપુલ પરાવર્તકાળમાં મુક્તિ પ્રાપ્ત થાય છે. તેવા આ જિનેશ્વરને સેવો. ll૧૪ો. भवजलहितरणनावा सिवसोहारोहणिक्कनिस्सेणी । कल्लाणवसीकरणी जिणपूआ हरइ दुरिआइं ॥२५।। ભાવાર્થ – સંસારરૂપી સમુદ્રને પાર કરવા માટે પ્રવહણ (વહાણ) તુલ્ય, મોક્ષરૂપી મહેલે પહોંચવા માટે એક અદ્ભુત સીડી, અને કલ્યાણને વશકરનારી એવી જિનેન્દ્રની પૂજા-ભક્તિ પાપોને હટાવે છે. રપ [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 269) અપરતટ અંશ - ૮

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302