Book Title: Updesh Ratnakar Part 02
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 281
________________ મણિઓ આવી (સમાઈ) જાય છે. તેવી રીતે જિનેશ્વરની પૂજા ભાવના ભક્તિમાં સર્વધર્મો આવી જાય છે. કારણ કે તે બધા ધર્મના ફળને આપતો હોવાથી તેમાં (જિનધર્મમાં) સમાઈ જાય છે. IIII कणफलमणिमुत्ताईणुदए जह हुंति सव्वसत्तीओ | तह सव्वसुहफलाणं दाणे जिणपूअणे हुंति ॥९॥ ભાવાર્થ :- અન્ન, ફળ, મણિ-મોતી આદિ પ્રાપ્ત થવાથી સર્વ પ્રકારની શક્તિ પ્રાપ્ત થાય છે. તેવી રીતે સર્વ સુખના ફળને આપવાની શક્તિ જિન ભક્તિમાં છે. IIII जह बहुकालं धन्ने पुक्खलसंवट्टमेहजलवुट्ठी । तह जिणभत्ती इक्का जीवे सुचिरे सुहे देइ ||१०|| ઃ ભાવાર્થ :- જેવી રીતે પુષ્કરાવર્તનો વરસાદ ઘણાં સમય સુધી અન્નને આપે છે. તેવી રીતે જિનેશ્વર ભગવાનની એકજ ભક્તિ દીર્ઘકાલ સુધી સુખને આપે 9.119011 पुप्फामिसथयमाई पूआ अंगग्गभावओ तिविहा । તિદુબળપદુળો વિહિના નિદુબળસામિત્તનું ળડ્ ||૧૧|| ભાવાર્થ :- ત્રણ ભુવનના નાથની પુષ્પ, નૈવેદ્ય અને સ્તવનારૂપે અંગ, અગ્ર અને ભાવ એમ ત્રણરીતે કરેલ પૂજા ત્રણે ભુવનના (અધો-ઉર્ધ્વ અને તિńલોકના) સ્વામિ બનાવે છે. बिंदूवि उदहिनिहिओ जह कालमणंतमक्खओ होइ । एवमणंतगुण जिणे आवि अनंतसुहदाणा ||१२|| ભાવાર્થ :- જેમ સમુદ્રમાં પાણીનું એક બિંદુ માત્ર પડવાથી તે અક્ષય એટલે કે અંતવગરનું બની જાય છે. અનંતકાળ સુધી રહેનાર બને છે. તેવી રીતે અનંતગુણવાળા જિનેશ્વરની કરેલી પૂજા પણ અક્ષય (અનંત) સુખને પામે છે. 119211 ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | 266 અપરતટ અંશ - .

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302