________________
વસ્તુઓ ન હોવા છતાં પણ જે ધર્મને છોડતો નથી. તેને નિશ્ચિત સાચો શ્રાવક કહેવો IIII
सुपरिच्छिअदेवगुरु विसयकसायासवेहिं भवभीरु । वयआवस्सयधीरो अइरा सिवसुहपयं लहइ ||१०||
ભાવાર્થ :- હે મુક્તિપદરાગી ! દેવગુરૂની જેણે ચકાસણી કરી છે. પાંચે ઈન્દ્રિયોના વિષય ક્રોધાદિ કષાય અને આશ્રવ સેવનમાં જે સંસાર થી ગભરાયેલો છે તેમજ વ્રત નિયમ આવશ્યાનુષ્ઠાન (કરવા યોગ્ય ક્રિયા) માં રૂચિવાળો ધૈર્યશાલી જીવ સત્વરે મોક્ષના અવિચલ સુખ (પદને) પ્રાપ્ત કરે છે II૧૦।
विणु सारहिं रहा इव पोओ निज्जामगं न इट्ठफला । नाणकिरिआजुअं तह विणा गुरुं सेविओ धम्मो ||११||
=
ભાવાર્થ :- હે વિચારક ! ચલાવનાર (સારથિ) વિનાનો રથ, ખલાસી વિના નું વહાણ તથા જ્ઞાની અને ક્રિયાવાન્ ગુરૂવિના આરાધેલો ધર્મ ઇચ્છિત ફલને આપનારો બનતો નથી. ।।૧૧।।
निसेसगुणाधारं दुरंतसंसारसायरुत्तारं । सिवसुहसच्चंकारं सम्मत्तं भयदुग्गइनिवारं ||१२||
ભાવાર્થ :- હે શ્રધ્ધાળુ ! સંપૂર્ણ ગુણનો સ્તંભ, દુઃખે કરીને તરી શકાય તેવા સંસારરૂપી સમુદ્રથી તારનાર, ભય અને દુર્ગતિમાં પડતા બચાવનાર, શાશ્વત સુખના કારણભૂત એવા સમ્યગદર્શન (સમ્યક્ત્વ) ને તમે ધરો ૧૨॥
पासंडे पासत्थे कुदेवचरिआणि मिच्छसत्थाणि । जाणिउ लग्गति बुहा मग्गे अबुहा अमग्गंमि ||१३||
ભાવાર્થ :- ભગવાનના વચન નહિ માનનારા, પાખંડીઓને, પાસસ્થાઓને, અસર્વજ્ઞ એવા કુગુરૂના આચારને અને મિથ્યાત્વીઓના અનુપકારી (મિથ્યા) શાસ્ત્રોને જાણીને બુધ્ધિમાનો સાચા માર્ગ પર ચાલે છે. અને અબુધ એટલે કે અજ્ઞાની સત્ય માર્ગ ઉપર ચાલતા નથી અર્થાત્ ઉલ્ટા માર્ગ પર ચાલે છે.।।૧૩થી
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (243
અપરતટ અંશ
- ૫