________________
એવા પર્વના દિવસોમાં વિશેષ પ્રકારે ધર્મ કરનારો બન કારણકે તેનું ફળ અગણિત અનંત છે સારી जलाहारौषधस्वापविद्योत्सर्गकृषिक्रियाः सफलाः स्वस्वकाले स्युरेवं धर्मोऽपि पर्वसु ||२४|| ભાવાર્થ - પાણી, આહાર, ઔષધ, નિદ્રા (ઉંઘ) વિદ્યા, ત્યાગ અને ખેતીની ક્રિયા આ સર્વે અનુરૂપ તે તે સમયે ફલને આપનારા બને છે સફલ થાય છે. તે રીતે ધર્મ પણ તે તે પર્વના દિવસોમાં કરવાથી વિશેષ શ્રેષ્ઠ ફળને આપનારો થાય છે ૨૪ सम्यक्त्वमूलो व्रतदीर्घसालो ज्ञानालवालो गुणपत्रमालः । नृपादिसंपत्कुसुमो गृहस्थधर्मद्रुमो मुक्तिफलं प्रसूते ॥२५|| ભાવાર્થ - હે વિચારક! જેને સમ્યકત્વ રૂપી મૂળ છે. વ્રત રૂપી દીર્ધ શાખા ડાળીઓ છે. જ્ઞાન રૂપી ક્યારો છે. ગુણરૂપી પાંદડાઓ છે રાજા વિ.ની સંપત્તિ (લક્ષ્મી) પુષ્પો છે એવા ગૃહસ્થ ધર્મરૂપી ઝાડ મુક્તિરૂપી ફળને આપે છે અર્થાત્ પેદા કરે છે રિપી. लक्ष्मीः क्षेत्रनियोजनेन सुभगा चक्रे स्वकीर्तिर्जगद्वासस्थानसमर्पणेन मुदिता सन्तो मुदोल्लासिनः । सद्भूतस्तवनाः कृताच कवयोऽर्हच्छासनं द्योतितं पाणिस्थं शिवशर्म निर्मितमहो पुण्यात्त्वयाऽस्मात्कृतिन् ।।२६।। ભાવાર્થ :- હે પુણ્યશાલી! તેં લક્ષ્મીને સાત ક્ષેત્રોમાં વાવીને-વાપરીને તેને સાર્થક કરી છે. જગતમાં પોતાની કીર્તિને સારી રીતે ફેલાવી છે. (રહેવાની જગ્યા આપીને કીર્તિને આનંદિત કરી છે) સજ્જન પુરૂષોને (સંતજનને) ખુશ કરી ઉમંગ ભર્યા કર્યા છે જેવા ગુણો છે તેવા ગુણોના વર્ણન યુક્ત સ્તવના કરી કવિઓએ અરિહંત પરમાત્માના શાસનને જગતમાં દિપ્તિવંત બનાવ્યું છે. તેથી આવા પુણ્યથી તેં મુક્તિપદને હાથવગુ કર્યું છે અર્થાત મુક્તિને હાથમાં સ્થાપી છે ર૬ો.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અપરતટ અંશ - ૪
:::::::::::::::::::::::::::::::::::::::::
:
::::::::: • •