________________
तरुवत्तटिनीतटोद्गताः प्रमदाहृद्गतगुह्यमन्त्रवत् ! जलवच्च मृदामपात्रगा, न चिरं स्थास्यति पापिषु श्रियः ||१२|| ભાવાર્થ - નદીના કાંઠે ઉગેલા ઝાડની જેમ, સ્ત્રીના હૃદયમાં રહેલ ગુપ્તમંત્રની જેમ, કાચા માટીના પાત્રમાં રહેલા પાણીની જેમ. પાપકારી માનવની પાસે લક્ષ્મી દીર્ધ સમય ટકતી નથી.... રહેતી નથી. /૧રી अभ्यधिष्महि चदीपवन्न्यायजं द्रव्यं, दीप्यते चिरमण्वपि । तृणाग्निवदनीत्युत्थं, भूयोऽप्याशु विनश्यति ।।१३।। ભાવાર્થ - વળી પણ કહ્યું છે કે ન્યાય નીતિથી પ્રાપ્ત થયેલું થોડુ પણ દ્રવ્ય દીપકની જેમ લાંબો કાળ સુધી ટકે છે. અને અનીતિથી પ્રાપ્ત થયેલું દ્રવ્ય ઘણું હોવા છતાં પણ ઘાસના અગ્નિની જેમ તૂર્તજ નાશ પામે છે /૧૩ स्पृहयन् यदघान्यधीः सृजेद् धनभोगादि तदश्नुते न वा । यदि वाऽणु-चलं च पापजा विपदस्त्वत्र परत्र दुःसहाः ||१४|| ભાવાર્થ-મંદ બુધ્ધિવાળો જીવન, ધન, ભોગાદિને ચાહતો જે પાપો ઉભા કરે છે તેને ધન તો મલે અને ન પણ મલે તે ભોગવે પણ ખરો ન પણ ભોગવે અથવા તે અલ્પ ધન અને જલ્દી નાશ પામનાર ભોગાદિને પામે છે. પાપ કરવાના કારણે આવેલી વિપત્તી (દુઃખો) આલોક અને પરલોક એમ બન્ને રીતે સહી ન શકાય તેવી વેદનાઓ આપે છે ૧૪ पापानुबन्धिसुकृतस्य लवैः कदाचित्,
केषांचनाप्यघकृतामपि लक्ष्यते श्रीः । साऽप्यायतो नरकहेतुतयाऽऽपदेव,
पुष्टिर्यथैव हरितैः सरसैरजस्य ||१५|| ભાવાર્થ - ક્યારેક કોઈ પાપ કરતો હોવા છતાં પણ પાપાનુબંધિ પૂણ્યના કારણે થોડી લક્ષ્મી તેની પાસે દેખાય છે. તે પણ ભવિષ્યમાં તો નરકનું કારણ હોવાથી આપદાની આપત્તિરૂપ જ છે. જેવી રીતે રસવાળા લીલા ઘાસ વડે
{ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 228) અપરતટ અંશ - ૩
:::::::::::::::::::::::::::::::
::::::::::::
::::::::::::::::
-
જજ ::::::::::::