________________
पितेव जैनः समयो दयाप्रसूः सद्भावना चानुचरी गुणाः सुताः । सदा सहायाः सुकृतानि कीर्त्तयः, पुत्र्यः कुटुम्बेऽत्र रतः सदा सुखी ||४||
ભાવાર્થ :- (૧) શ્રી જૈન આગમરૂપી પિતા (૨) દયા-કરૂણારૂપી માતા (૩) શુભભાવના રૂપી દાસી (૪) ગુણો રૂપી પુત્રો (૫) સદૈવ સહાય કરનારા જ્યાં છે અને (૬) કીર્તિ રૂપી પુત્રીઓ છે. સુકૃત રૂપી બંધુઓ જ્યાં છે તેવા પરિવારમાં રતપ્રાણી હંમેશા સુખને અનુભવનારો થાય છે - સુખમાં રહેલો છે
॥૪॥
संघाधिपत्यं गुरुजैनचैत्यबिम्बप्रतिष्ठापनमागमोद्धृतिः । सम्यक्त्वशुद्धिर्यतिधर्मदापनं, धर्मा अमी स्युर्जिननामकर्मणे ||५|| ભાવાર્થ :- શ્રી સંઘનુ આધિપત્યપણું (૨) વિસ્તારવાળું મંદિર (૩) મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરવી (૪) આગમોનો ઉધ્ધાર (૫) સમ્યકત્વની શુધ્ધિ (૬) સાધુ ધર્મને આપવો-અપાવવો આ બધા ધર્મો જિનનામકર્મને બાંધવા માટે કારણભૂત બને છે ॥૫॥
अचीकरंश्चैत्यमबीभरंस्तथा, बिम्बानि सिद्धान्तमलीलिखंश्च ये । अपूपुजन् संघमदीदिद्युतन्मतं, जिनस्य तैः सर्वरमावशीकृताः ॥६॥
ઃ
ભાવાર્થ :- જેઓ જિનેશ્વર ભગવંતના મંદિરો (ચૈત્ય)નું નિર્માણ કરાવે છે, તથા જિન પ્રતિમાઓને ભરાવે છે, આગમોને લખાવે છે, શ્રી સંઘની પૂજા કરે છે અને જિનેશ્વરના મતને-સિધ્ધાંતને ઉજમાળ કરે છે તેઓને સર્વપ્રકારની લક્ષ્મી પ્રાપ્ત થાય છે અથવા તેઓએ બધી લક્ષ્મીને વશ કરી છે. ૬
अचीकरंश्चैत्यमबीभरंस्तथा, बिम्बानि चालीलिखदागमं च यः । चारित्रमग्राहयदात्मजादिकान् वशीकृतास्तैः सकलेष्टसंपदः ||७||
ભાવાર્થ :- જે જિન ચૈત્યને કરાવે છે. તથા જિનબિંબોને ભરાવે છે. અને જિન આગમ (સિધ્ધાંત)ને લખાવે છે. તે રીતે પોતાની સંતતિ એટલે કે પુત્ર-પુત્રી વિ.ને ચારિત્ર (દીક્ષા) અપાવે છે. પ્રેરણા કરે છે તેઓ સર્વ ઇચ્છિત (શ્રેષ્ઠ) સંપદાને પ્રાપ્ત કરે છે. અર્થાત્ તેઓએ તે વશ કરી છે.
11011
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 232
અપરતટ અંશ
-
૪