________________
સુધર્મની ભક્તિ કારક, શઆવશ્યક એટલે ઉભયટંક પ્રતિક્રમણ કરતો, ભવ (સંસાર પરિભ્રમણથી કંટાળેલો)થી ડરનારો, કરૂણા સભર હૃદયવાળો અને નીતિપૂર્વક વેપાર વ્યવહાર કરનારો શ્રાવક સંપૂર્ણ ઈચ્છિત લક્ષ્મીને પામે છે... II૧oll पितृवद्देवगुरुन् यः सुतबन्धूनिव सधर्मकान् पश्येत् । निधिजीवितमिव धर्मं तस्य वशाः संपदो निखिलाः ।।११।। ભાવાર્થ :- જેઓ પિતાની સમાન દેવ અને ગુરૂને, સ્વધર્મી (સાધર્મિક) ને પુત્ર અને ભાઈની જેમ અને ધર્મને લક્ષ્મી (નિધિ) અને જીવનની જેમ જુએ છે માને છે. તેને વિશ્વની સમસ્ત શ્રેષ્ઠ લક્ષ્મી વશ થાય છે. એટલે કે તેને આવી મળે છે. ૧૧ી. जिनसद्गुरुसंघार्चा व्यवहृतिशुद्धिः परोपकारित्वम् ।
औचित्यं च विभूषणमेतल्लक्ष्मीर्वशीकुरुते ।।१२।। ભાવાર્થ :- જે ભાગ્યવાન સુદેવ-સુગુરૂ અને શ્રી સંઘનુ પૂજન, વ્યવહારમાં શુધ્ધતા, ન્યાયિપણું, પરાર્થકારી પણું અને ઔચિત્ય (ઉચિતકાર્ય) એવા આ અલંકાર ધારણ કરે છે. તેને લક્ષ્મી આવીને વરે છે અર્થાત્ આ આભૂષણ લક્ષ્મીને વશ કરે છે. ૧રી कषायशैथिल्यमुदारचित्तता, कृतज्ञता सर्वजनेष्वनुग्रहः । प्रपन्नधर्मे दृढिमाऽर्थ्यपूजनं, गुणादृति विजिनत्वलक्षणम् ||१३|| ભાવાર્થ - ક્રોધ-માન-માયા-લોભાદિ કષાયોનું નરમપણું, ઔદાર્યપણું, કૃતજ્ઞતા (ઉપકારીને ન ભૂલવું), સર્વ પ્રાણીપર ઉપકારીતા, સ્વીકારેલા ધર્મકર્મમાં નિશ્ચલતા, પૂજનીયનું પૂજન, ગુણોનો આદર, ગુણાનુરાગિતા આ ભવિષ્યના જિનપણાનું લક્ષણ છે અર્થાત્ આ બધા ગુણો જેમાં રહ્યા છે તે ભાવિમાં તીર્થકર પણાના ભાગી થવાનું લક્ષણ છે. ll૧all श्रुतजिनगुरुसंघानां पूजा सोद्यापनानि च तपांसि । पौषधसामायिकमपि सद्यः श्रेयो वशीकुर्युः ।।१४।। ભાવાર્થ :- જ્ઞાન, જિનદેવ-ગુરૂ અને સંઘની પૂજા, ઉજમણા, સાધુનો તપ અને સમતાભાવ પૂર્વકનું સામાયિક અને પૌષધ પણ શિધ્રતયા લક્ષ્મી (મોક્ષ) ને આપે છે. કલ્યાણને વશ કરે છે. 7/૧૪
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અપરતટ અંશ - ૪
అలరించిందించింది