________________
વિલખા થઈ ઉભા રહેલા એવા શંકર તમારું રક્ષણ કરો lalી જે સંધ્યા સમયે નમસ્કાર કરીને નમીને) લોકની આગળ હાથ જોડીને માંગે છે. વળી લજ્જા વિનાનો શિર વડે ગંગાનદી ને ધારણ કરે છે. તે પણ મેં સહન કર્યું. અમૃત મન્થન કરતાં પ્રાપ્ત થયેલી લક્ષ્મી હરિને આપીને વિષને શા માટે ખાધું ? (પીધું) ? હે... સ્ત્રી લંપટ ! મને સ્પર્શ કરીશ નહિ. એ પ્રમાણે પાર્વતિ વડે કહેવાયેલા હર (શંકર) તમારું રક્ષણ કરો. ll૧ી આ પ્રમાણે અલંકાર ચૂડામણિમાં કહ્યું છે. ઈત્યાદિ ! દહીંના ખાલી વાસણમાં રવૈયા ને ધારણ કરતી, વળી જેના ભરાવદાર ચંચલ સ્તનો પર લોચનની શ્રેણી લાગી છે એવી અને ગાયને દોહવાની બુધ્ધિથી બળદને જેને રોક્યો છે એવી અને જેના પર વિષ્ણુ દેવે દૃષ્ટિ નાંખી છે તેવી રાધા જગતને પાવન કરો // ll
નાભિ કમળ પર બ્રહ્માને જોઈને પ્રેમરસમાં અધીરી થવાથી વ્યાકુલ બનેલી લક્ષ્મીએ કૃષ્ણના જમણા નેત્રને (જમણું નેત્ર સૂર્ય કહેવાય છે તેથી સૂર્યાસ્ત થવાને કારણે કમળના સંકોચાવાના કારણે બ્રહ્મા તેમાં પૂરાઈ જવાથી તેની લજ્જા લક્ષ્મીને ન રહી) જલ્દીથી ઢાંકી દીધું રા તથા કામ ક્રિડાને અન્ને ઉઠતી એક હાથ વડે શેષ નાગ પર ભાર દઈને અને બીજા હાથે વસ્ત્ર (ઠીક કરતી) ધરીને છૂટી ગયેલા ચોટલાના ભારને ખભા પર વહન કરતી હતી તે વખતે અત્યંત કાંતિના કારણે થઈ ગયેલી દ્વિગુણી સુરત પર પ્રીતિ થવાથી કૃષ્ણ લક્ષ્મીના શરીરને શય્યામાં લઈ બાહુવડે આલિંગનવાળા શોભતા બાહુવાળી લક્ષ્મીનું શરીર તમને પાવન કરો llll
એ પ્રમાણે વેણી સંહારની શરૂઆતમાં નમસ્કાર કરવામાં આવ્યો છે. ગદારૂપી શસ્ત્ર ધરતા ભયંકર હાથ છે જેના એવા કૃષ્ણ, મનુષ્યના મસ્તકના અસ્થિવાળા કમંડલની શ્રેણીથી શોભતો શંકર, અત્યંત શાંત પ્રભાવશાલી છે ચરિત્ર જેનું એવા વીરપ્રભુ. એક ઉપશાન્ત છે અને બીજા અશાન્ત છે કોને અમે પૂજીએ ? Ill
છેદાયેલા લિંગવાળો શું ઈશ્વર (શંકર) હોય ? જેમાંથી ભય નીકળી ગયો છે. એવાના હાથમાં ત્રિશુલ શા માટે હોય ? નાથ શું ભિક્ષા માંગનારો
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |
33
મ..અંશ-૧,તરંગ-૫
મમes :: Receives -
Hevayat
કાકા :
is an મારામારી