________________
ત્યાંજ ઉગેલી નિર્મલ કમલની નાલ (દાંડી) વિ. ને ખાય છે. અને બહાર નીકળીને ક્યારેપણ તાપ વિ. અને ધૂળથી મેલાદિપણું પામતાં નથી. અને તે બધા પ્રકારના પક્ષીઓના કુલમાં પ્રશંસાને પામે છે. (ઉત્તમ પક્ષી તરીકેની નામના પામેલા છે.) એ પ્રમાણે હંમેશા નિર્મલ સુખને ભોગવે છે. તેવી રીતે કેટલાક ભવ્યપુરુષો જિનવાણીનું શ્રવણ, અધ્યયન વિ. થી અથવા કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ નિરુપમ મુક્તિના (સંવેગ) અભિલાષના કારણે સ્વીકારેલા સમ્યકત્વ વ્રતાદિ કરવા વડે ક્યારે પણ સમ્યત્વ વ્રતોમાં અતિચાર લગાડતા નથી. અને વિશેષ પ્રકારના કર્મમલને ભેગા કરતા નથી. (કર્મને બાંધતા નથી) અથવા સાધુઓ અંગીકાર કરેલા સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્રવાળા, શુધ્ધશીલાંગને ધરનારા અને એકાદશ અંગને ધરનારા વિ. વિવિધ પ્રકારના તેઓ અહીંયા પણ જગતને પૂજ્ય, દેવોને માટે પણ પ્રશંસાનું ઘર થાય છે. પરિણામ પામેલા, સર્વ સમતારૂપ સુધારસ યુક્ત આત્માઓ પાસે ઈન્દ્રપણ રંક જેવા દેખાય છે. તો પછી રાજા જેવા કીડાની તો શી વાત કરવી ? ઈત્યાદિ વચનથી ઈન્દ્રાદિને પણ કીડા જેવા ગણતા તેજ ભવમાં અનુત્તરવાસી દેવોના સુખને અનુભવે છે.
--- . આગમમાં કહ્યું છે કે - હે રાજન્ ! બાલચેષ્ટા જેવા દુઃખદાયક કામગુણમાં તે સુખ નથી. કામથી વિરક્ત, તપોધના, શીલગુણમાં રત જે ભિક્ષુક (સાધુ) ને જે સુખ છે. તે તેઓને નથી. અને ભવાન્તરમાં કેટલાક મહાનંદપદને પામે છે. કેટલાક ધર્મકર્મમાં રત ઉત્તમ સુરનર સુખોને ભોગવીને સાત આઠ ભવમાં શિવ સુખરૂપ લક્ષ્મીને પામે છે. તેથી શિવસુખના ઈચ્છુકોએ હાથી અને હંસની જેમ શુધ્ધએવા જિનધર્મમાં પ્રયત્ન કરવો. એ પ્રમાણે ઉપદેશનો સાર છે.
શ્લોકાર્ધ - હે ભવ્યો ! આ પ્રમાણે છ દ્રષ્ટાંતોને સારી રીતે જાણીને કલુષિત સર્વધર્મોને અને પાપને છોડીને જિનેશ્વર ભગવાને કહેલા મોક્ષને આપનારા ધર્મમાં પ્રયત્ન કરો. અને સમસ્ત શત્રુપર જયરૂપ લક્ષ્મી વરીને મોક્ષને પામો. ૧il.
/ ઉપદેશરત્નાકરના મધ્યાધિકારે અંશ-ર, તરંગ ૧૦ પૂર્ણ .
[ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 123) મ.અ.અં.૨, તા.-૧૦
* * *
* * * 23 vvvvvvvvasiasemanavvisease
અssess assi: : : : : ::
::