________________
પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે (તરંગ – ૨)
શ્લોકાર્થ :- હે ભવિજનો ! બે પ્રકારના (રાગ-દ્વેષ) શત્રુ પર જયરૂપ લક્ષ્મી મેળવવા માટે શુધ્ધ ધર્મ પામીને પ્રમાદને ન કરો. કારણ કે સંસારમાં શુધ્ધ ધર્મ પામવો દુર્લભ છે. ||૧||
યત :- (૧) સર્વજીવો કામ (વિષય)માં (૨) અર્થમાં (૩) કર્મમાં અને (૪) ધર્મમાં જિનેશ્વર ભગવંતે ક્રમે અલ્પ કહ્યા છે. તે ક્રમે કરીને સર્વભવોમાં અલ્પ અલ્પ જાણવા. કેટલાક વિશુધ્ધ મુક્તિની નજીક જાણવા.
વ્યાખ્યા :- આ લોકને વિષે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ કહ્યા છે. તે ચારની અંદ૨પણ ધર્મ જ સારરૂપ છે. તે મૂળ હોવાથી કહ્યું છે કે ધર્મ સિધ્ધ થતાં સ્વર્ગ અને અપવર્ગ પણ નક્કી સિધ્ધ થાય છે. દૂધ પ્રાપ્ત થતાં દહીં અને ઘી સુલભ બને છે. તેમ ધર્મથી અર્થ, કામ અને મોક્ષ સુલભ બને છે. તેથી જે ધર્મમાં પુરુષાર્થ કરે છે તેજ પુરુષ છે. અને વળી કહ્યું છે કે, જેના-ધર્મ વિનાના દિવસો આવે છે. અને જાય છે. તે લોહા૨ની ધમણ જેમ શ્વાસ લેતો હોવા છતાં મરેલો છે.
-
સંજ્ઞાસ્વરૂપ :- પરંતુ જીવોને તે (ધર્મ) દુર્લભ છે. કા૨ણ કે સર્વ જીવોમાં કામ વિ. ની સંજ્ઞા રહેલી છે. સર્વ પૃથ્વી આદિ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, નારકી, દેવો યાવત્ સર્વજીવો સ્પર્શાદિ પાંચવિષયના લક્ષણ રૂપ કામને જાણે છે. અને તેઓમાં તે વિષય રૂપ પાંચે સંજ્ઞાઓ હોય છે. તેમાં એકેન્દ્રિય પૃથ્વી આદિને આહાર વિ. સંજ્ઞા હોવાથી વિષયાભિલાષ લક્ષણરૂપ કામ સંગત જ છે.
તેવી રીતે આગમમાં કહ્યું છે કે :- (૧) આહાર (૨) ભય (૩) પરિગ્રહ (૪) મૈથુન (૫) ક્રોધ (૬) માન (૭) માયા (૮) લોભ (૯) લોક અને (૧૦) ઓધ થી આ દશ સંજ્ઞા સઘળા જીવોને હોય છે. પરંતુ તે સંજ્ઞાઓ તે જીવોને સૂક્ષ્મ અસ્પષ્ટ (ચેષ્ટારૂપ) હોવાના કારણે કેવલીઓને જ પ્રત્યક્ષ છે. પ્રાયઃ ચર્મ ચક્ષુ ધારીઓને પ્રત્યક્ષ હોતી નથી. (દેખાતી નથી) વળી કેટલાક એકેન્દ્રિયોની આહારાદિ સંજ્ઞા ચર્મચક્ષુ વાળાને પણ જોવામાં આવે છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 166 | પ્ર.ઉ.ના અં.૪,ત.૨