________________
અપર તટ
ધર્મના વિષયમાં પ્રમાદ પરિહરવારૂપ
દ્વિતીય અંશ. स्पृहयालुतया सुखश्रियां , भविनां स्युः सकलाः प्रवृत्तयः । परमेतरभेदतो द्विधा, सुखमाद्यं पुनरक्षराश्रितम् ||१|| ભાવાર્થ - ભવ્ય જીવોની બધી આચરણા-પ્રવૃત્તિ-કથા સુખરૂપ લક્ષ્મીની પ્રાપ્તિની ઈચ્છાર્થે હોય છે. અને તે સુખ બે પ્રકારનું છે. પરમ અને અપરમ (શ્રેષ્ઠ અને અશ્રેષ્ઠ, શાશ્વત અને અશાશ્વત) તેમાં પહેલું સુખ અક્ષર એટલે કે મોક્ષનું સુખ છે જે સર્વોત્તમ અવિનાશી છે. ITI तदनंतममिश्रमव्ययं, निरुपाधि व्यपदेशवर्जितम् । परिचिन्तितसुन्दरस्फुरद्विषयाद्यौपायिकोद्भवंपरम् ।।२।। ભાવાર્થ - તે મુક્તિ-સિધ્ધિનુ સુખ સીમાવિનાનું અનંત કોઈપણ જાતના દુઃખના મિશ્રણ વગરનું અમિશ્ર, નાશ ન પામે તેવુ અવ્યય, કોઈપણ જાતની ચિંતાથી મુક્ત ઉપાધિ વિનાનું અને વચનથી વર્ણન ન થઈ શકે તેવું વચન અગોચર છે. અને બીજું અન્ય સુખ-માત્ર આભાસ રૂપ તથા વિષયોના વિલાસથી પ્રાપ્ત થતું સુખ છે .રા अधिगत्य जिनेन्द्रशासनं, प्रथमे स्युः कृतिनः स्पृहा भृतः । अविशिष्टधियः परे पुनर्जिनधर्माच्च लभा द्वयोरपि ||३|| ભાવાર્થ - વિશિષ્ટ પૂણ્યવાનો ભાગ્યવાનો વીતરાગ પરમાત્માના શાસનને પામીને પહેલા એટલે કે મુક્તિના સુખને ઈચ્છનારા હોય છે. ને વિશિષ્ટ બુધ્ધિ વિનાના ઈન્દ્રિયોના વિષયના ભોગવટાથી ઉત્પન્ન થતા સુખને ઈચ્છનારા હોય છે પરંતુ જિનધર્મથી તો બંને પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે Hall तदयं परमांगसाधनं, प्रविधेयो विधिवत् सदा नरैः । न सदौपयिकं विना जनैर्यदुपेयं परमप्यवाप्यते ||४||
::::: રાજા
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (215) અપરતટ અંશ - ૨
. . . . . . .
.
. . .:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
:
:::
:
::
::