________________
नृपमानधनादिकोन्मदो, विषयानेव समीक्षसे परम् । न विचारयसीति मूढ ! मे मरणे कः शरणीभविष्यति ? ||१३|| ભાવાર્થ - હે મૂઢ! રાજાનું સન્માન અને ધનાદિકથી અભિમાની બનેલો તું વિષયોને (શબ્દાદિને) જ નિહાળી રહ્યો છે પરંતુ અંતિમ શ્વાસ વખતે અશરણ એવા તને શરણભૂત કોણ થશે એ પ્રમાણે તું કેમ વિચારતો નથી ૧૩ यदधीनमिहांग ! जिवितं, चपलं श्वासमिमं न वेत्सि किम् ? | धनपुत्रकलत्रबन्धुषु, स्थिरबुद्धिं यदुपैषि मोहितः ||१४।। ભાવાર્થ – હે આત્મા! જેના કારણે આ જીવન ચાલી રહ્યું છે તેવા તે શ્વાસ ચપલ-ચંચલ છે તે તું શું નથી જાણતો જેથી મોહી એવો તું ધન, પુત્ર, સ્ત્રી વિ.માં સ્થિર બુધ્ધિને રાખે છે અર્થાત્ નિશ્ચલ ભાવને રાખે છે ૧૪ पिब खाद ललाङ्गनागणैः, शृणु गीतं परिपश्य नाटकम् । कुरु धर्मकथामपीह मा, यदि ते शाश्वतमस्ति जीवितम् ||१५|| ભાવાર્થ :- અહીંયા (આ જન્મને વિષે) સ્ત્રીઓના જૂથની સાથે ખા-પીગીતોનું શ્રવણ કેર નાટકને જો ધર્મની વાર્તાને (કથાને) કરતો નહિ જો તારું જીવિત-જીવન કે આયુષ્ય શાશ્વત હોય તો અર્થાત્ જો આ ભવ આ તારું જીવન શાશ્વત - અવિનાશી છે નહિ માટે બીજી વાતો તજીને ધર્મકથા (ધર્મની વાતો) ને કર ૧પો शरदभ्रसमाः श्रियोऽखिलास्तटिनीपूरसमं च जीवितम् । नटपेटकवत् कटुम्बकं, ननु किं मुह्यसि धर्मकर्मसु ? ||१६|| ભાવાર્થ - હે જીવ! તને મળેલી સર્વ પ્રકારની જે સંપત્તિ છે તે શરદ ઋતુના વાદળ સમી છે. ક્યારે વિખરાઈ નષ્ટ થઈ જશે તેની ખબર નથી જીવનઆયુષ્ય નદીમાં આવેલા પૂર-પ્રવાહની જેમ ઝડપી વહી રહ્યું છે. કુટુંબપરિવાર-સ્નેહી સ્વજન વિ. નાટકમંડળી માં એકઠા થયેલા લોકોની જેમ છુટા પડી જનારા છે આવું જાણવા છતાં ધર્મ આરાધવામાં કેમ પાછો પડે છે ? ૧૬ી.
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 28) અપરતટ અંશ - ૨
Eા
: કાર
ક
:::::::::::::::::::::::::::::::::::
th:: :::::::::::::::