________________
એક વખત કમલકીર્તિ નામના દિગંબરવાદી શ્રી સિધ્ધરાજની સભામાં આવીને વાદને માટે વીરાચાર્યને બોલાવ્યા. વરાચાર્ય પણ પાંચ વર્ષની બાલાને સાથે લઈને ત્યાં આવ્યા. તિરસ્કાર (અવજ્ઞા) પૂર્વક તે દિગંબરવાદિને જોઈને આસન પર બેઠા, ત્યારે વાદિ બોલ્યો. હે રાજનું ! બાલિકાથી ખરડાયેલી તારી સભા વિદ્વાનોને અયોગ્ય છે. રાજાએ કહ્યું આ પંડીત ! પોતાના પ્રમાણ વડે વાત કરશે. એ પ્રમાણે કહીને વીરાચાર્યને જોયા ત્યારે વિરાચાર્ય બોલ્યા :- હે રાજન્ ! સમાન વય વાળાની સાથે વાદ થાય છે. એ પ્રમાણે વિચારીને આ બાલાને નગ્ન લાવ્યો છું આ પણ નગ્ન હોવાથી બાલકની જેમજ દેખાય છે. તેથી સ્ત્રીમુક્તિના નિષેધથી જ કુપિત થયેલી એવી આ બાલા આની સાથે વાદમાં જીતશે. પછી હાથને તેના માથા પર મૂકીને વીર બોલ્યા હે બાલા ! આની સાથે બોલ અને સ્ત્રીની મુક્તિનું સ્થાપન કર પછી તે બાલાએ ગંગાપુરની જેમ ઉતરવાનું મુશ્કેલ એવો (દુરુત્તર) ખુલ્લો ઉપન્યાસ મેઘ સમાન ગંભીરવાણી દ્વારા સ્ત્રી મુક્તિનું સ્થાપન કર્યું તે સાંભળીને વાદી મૂંગાની જેવોજ થઈ ગયો અને જૈન ધર્મનો જયજયકાર થયો.
રાજા બોલ્યો - જેના હાથ સ્પર્શમાત્રથી જ્યાં ત્યાં સંક્રાન્ત થયેલી સરસ્વતી દેવી બોલે છે. તે એકજ વીરાચાર્યજ જગતમાં અજય છે. અહીંયા જિનમતમાં આઠ પ્રભાવકો છે. અને કહ્યું છે કે પ્રાવચનીક, ધર્મકથક, વાદિ, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યા, સિધ્ધ પુરુષ અને કવિ આ આઠ પ્રભાવક કહ્યા છે. તેમાં આ વિરાચાર્યે વાદ લબ્ધિ, કવિત્વ શક્તિ વિ. થી શ્રી જિનમતને પ્રભાવશાળી બનાવ્યું છે. આ પાંચેય શ્રી જિનધર્મના દુશમન વિ. રૂપ અંધકારને દૂર કરવા વડે મહાઉદ્યોત કરનારા હોવાથી ઉદ્યોતવાળા છે. અને તેઓ શાસન પ્રભાવકપણાને કારણે અહીંયા પણ મોટી સમૃધ્ધિને અને પૂજ્યતાને પ્રાપ્ત કરે છે. પામે છે. ક્રમે કરીને ચક્રીપણું, ઈન્દ્રપદ, તીર્થકરાદિની સમૃદ્ધિ, સિધ્ધિપદ, અનંત વૈભવ અને સામ્રાજ્ય મેળવે છે. ઈતિ.
શ્લોકાર્ધ - સેંકડો દૃષ્ટાંતો વડે ઘણા પ્રકારે સારી રીતે બતાવેલા ધર્મપદને સાંભળીને (જાણીને) શુધ્ધ એવા ભવના શત્રુપર જયરૂપ લક્ષ્મી મેળવવા માટે પ્રયત્ન કરો ||૧| || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 20) પ્ર.ઉ.ના અં.૪,ત.૧૨
:::::::::::::::::::::::::::::::::::::::::::