________________
શ્રી વીરાચાર્યનું દષ્ટાંત)
કંઈક વિસ્તારિત કરે છે. શ્રી અણહિલપુર પાટણમાં શ્રી કરાજા રાજ્યને કરે છે. એક વખત વાદિ સિંહ નામનો સાંખ્યવાદિ ત્યાં આવ્યો. પત્રમાં તેનો આ પ્રમાણે શ્લોક હતો ઊંચા હાથ કરીને રાડ પાડે છે. કે જેની શક્તિ હોય તે આવો. મારા જેવો વાદિ વાદિસિંહ હોવે છતે મહાદેવ પણ એક અક્ષરને જાણતો નથી. એટલે કે મહાદેવ પણ મારી સામે બોલી શકે તેમ નથી. શ્રી કર્ણના બાલમિત્ર શ્રી વીરાચાર્ય, અને કલાગુરૂ ગોવિંદાચાર્ય છે. તેઓની પાસે ગુપ્તવેશે આવીને રાજાએ પૂછયું. હે ભગવન્! વાદિસિંહની સાથે વાદ કરશો ? ત્યારે ગોવિંદાચાર્યે કહ્યું સભાની અંદર સવારે વાર તેને જીતશે. સવારે રાજાએ વાદિસંહને બોલાવ્યો ત્યારે તે વાદિએ વિચાર્યું અને બોલ્યો નિસ્પૃહપણાના દંભથી અમે ત્યાં નિઃસંગ કેવી રીતે જઈએ ? જો રાજા ને કૌતુક જોવાની ઈચ્છા) હોય તો ચાલીને અહીંયા આવશે રાજાએ કોતુકથી તેમજ કર્યું. સભ્યતાથી બોલાવેલા ગોવિંદાચાર્ય આવ્યા અને બીજા પણ વીરાચાર્ય વિગેરે વિદ્વાનો આવ્યા.
રાજાએ કહ્યું કે અત્યારે વક્તા કોણ છે ? વાદ કરનાર કોણ છે ? શ્રી ગોવિંદાચાર્યે કહ્યું...... શ્રી વીરાચાર્ય.
સાંખ્ય બોલ્યો - આ દૂધની ગંધના મુખવાળો (બાલક) મારી સાથે શું બોલશે અર્થાત્ શું વાત કરશે ?
રાજા બોલ્યો - તારા આ ધતુરાથી ચઢેલા મદને આ દૂધથી જ દૂર કરાશે (થશે)
એ પ્રમાણે સાંભળીને માથા ઉપર ઊંચા હાથ કરી સૂતેલાની જેમ મૂકી અવહેલના કરી. તે પછી વીરાચાર્ય બોલ્યા - ગદ્યથી કે પદ્યથી હું બોલું ? છન્દ અલંકાર પણ કહે.
સાંખ્ય બોલ્યો - હે બાલક ! ગુજરાતનો આડંબર મારી પાસે ન કર. [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)] 199) બ.ઉ.ના અં.૪,ત.૧૨
કામ કરનારા કામ કરવા માગતા નાના નાના
HS00000OOOOOOOOOOOOOOOOO!