________________
જો તારી પાસે શક્તિ જ છે. તો મત્તમયૂર છંદથી અને નિદ્ભવ અલંકારથી બોલ.
વિરાચાર્ય બોલ્યા - વાણીરૂપી દેવીની (સરસ્વતી) તારાથી કે મારાથી આશાતના ન કરાય (થાય) એ પ્રમાણે કહીને કોઈપણ જાતનો વાદ કરતાં પહેલાં ઊભા થઈને સામો ઉપન્યાસ કર્યો. સાંખ્યતો તે આસન પર બેસી રહ્યો. શ્રી વીરાચાર્ય મત્તમયૂર છંદે અને નિર્નવ અલંકારે કરીને અટક્યા ત્યારે સર્વાનુવાદ કરવામાં અશકત સાંખ્ય બોલ્યો : - હું સર્વાનુવાદના ઉપન્યાસમાં શક્તિશાળી નથી પછી રાજાએ હાથ પકડીને તેને જમીન પર પાડ્યો જો બોલવામાં શક્તિ નથી તો આસન પર બેસીને કેમ બોલે છે. ? ત્યારે કવિરાજ શ્રીપાલ બોલ્યો ગુણો વડે કરીને ઉત્તમપણું આવે છે. ઊંચા આસન પર બેસવાથી નહિ. પ્રાસાદના શિખર પર બેઠેલો હોવા છતાં શું કાગડો ગરૂડનું આચરણ કરી શકે ખરો ? વિડંબના કરાતો તે વીરાચાર્યથી પાછો વળાયો (વિડંબના પામતા એવા તેને વીરાચાર્યે બચાવ્યો) રાજાએ સાંખ્યને દેશથી બહાર કાઢ્યો અને શ્રી વીરાચાર્યને જયપતાકા પત્ર આપ્યો. - એક વખત જય (મેળવવા માટેની) યાત્રાએ જતાં ચતુરંગ એનાથી પરિવરેલો ગુર્જરાધીશ (ગુજરાતનો રાજા) શ્રી વીરાચાર્યના ચૈત્યઆગળથી જવાની ઈચ્છાવાળા રાજાને જોઈને કોઈક કવિએ સમસ્યાપદ કહ્યું તેને ઉદ્દેશીને રાજાએ વીરાચાર્ય સામે દૃષ્ટિ નાખી તેમણે લીલામાત્રમાં (તે સમસ્યા) પૂર્ણ કરી.
તે આ પ્રમાણે.... હે કાલિન્દ્રિ ! (યમુના) કહે કુંભમાં ઉદ્ભવેલ સમુદ્ર તું કેવી રીતે ગ્રહણ કરીશ ? શત્રુથી નમ્ર હું, તું પણ મારું અને મારી સપત્નિનું નામ ગ્રહણ કરે છે.
રાજાએ કહ્યું - ઝરુખામાં રહેલા તમે મારા શત્રુઓનો નિગ્રહ કહ્યો હતો. તે આ તમારા સિધ્ધ વચનથી માલવ ગ્રહણ કરીશ જ. તેથી આ વિજયની પતાકા છે. તે ત્યાં દઢ થાઓ. પછી તે પતાકા તેઓએ ત્યાં બાંધી.
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (200) પ્ર.ઉ.ના અં.૪,ત.૧૨
અજમમમમમ મમમમમમમમમમ:
:::::::::::::::::::::::::::::::::::