________________
પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે (તરંગ ૧૨)
શ્લોકાર્થ :- પ્રભુત્વ અથવા પ્રભુબલ અથવા સંપદા આદિ સામર્થ્યને પામીને શત્રુ ઉપર જયરૂપ લક્ષ્મી મેળવવા માટે જિનધર્મમાં ઉજમાળ બનો ||૧||
યત – નિતીર્થ, ને જિનભક્ત રાજા, મંત્રી, બલવાન શ્રાવક અને સાતિશય ચારિત્રી એ પાંચ જિનશાસનનો ઉદ્યોત કરનારા છે.
વ્યાખ્યા - સ્પષ્ટ છે. પરંતુ જિનનું તીર્થ સામાન્યથી પ્રાસાદ, પ્રતિમા, કલ્યાણક ભૂમિ આદિ રૂપ અથવા પ્રભાવશાલી સ્થાન રૂપ શ્રી શત્રુંજયાદિ ચતુર્વિધિ સંઘ તેમજ પ્રભાવશાલી અનેક ભવ્ય પ્રાણિઓના દર્શનથી પણ દુષમ (ઘોર) મિથ્યાત્વ રૂપ અંધકારને દૂર કરવા થકી બોધિ (સમ્યકત્વ) ના પ્રકાશનું કારણ છે.
'જિનમત્તિરના ‘ સંપ્રતિરાજા, કુમારપાલ વિ. જિનભક્ત મંત્રી ઉદયન, અંબડ, બાહડ, વાહડ, શ્રી વસ્તુપાલ, શ્રી પૃથ્વીધરાદિ, જિનભક્ત બલવાન શ્રાવક સા. જગડુશા, સંઘવી આભૂ, સા જગસી, સા મુહણસિંહ, શા. ભીમ, શા. સમર, સા સારંગ, સા. સાચા, સા. ભીમ, સા. ગુણરાજ સંઘવી. પ્રથમા, સા. ગોવિંદાદિ અને સાતિશય ચારિત્રી શ્રી ભદ્રબાહુ, સ્થૂલભદ્ર, શ્રી આર્યસુહસ્તિ, શ્રી વજસ્વામિ, શ્રી આર્યખપુટ, શ્રી વૃધ્ધવાદિ, શ્રી સિધ્ધસેન દિવાકર, શ્રી પાદલિપ્તસૂરિ, શ્રી બપ્પભટ્ટસૂરિ, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી માનતુંગસૂરિ, શ્રી માનદેવસૂરિ, શ્રી વાદિદેવસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી અભયદેવસૂરિ, શ્રી જીવદેવસૂરિ, શ્રી યશોભદ્રસૂરિ, જગતચંદ્રસૂરિ, ધર્મઘોષસૂરિ, જિનપ્રભસૂરિ વિના સંબંધો (જીવન ચરિત્રો) પ્રાયઃ પ્રસિધ્ધ છે. તેથી અહીંયા લખ્યા નથી. યથા યોગ્ય સ્વયં જાણી લેવા... વાદિવેતાલ, શાન્તિસૂરિ, શ્રી સૂરાચાર્ય, શ્રી વીરાચાર્યાદિ બીજા પણ પ્રભાવકોના (ચરિત્રો) દૃષ્ટાંત રૂપે કહેવા.
: '''''
'
,
, , , , , , , , ,
, ,
, , , ,
;
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)] 198બ.ઉ.ના અં.૪,ત.૧]
::::::::::::::::
::::