________________
ત્રણે શીઘ્ર પોત પોતાના ફલને આપનારા છે. તેવી રીતે નિયમ વડે અને આદિ શબ્દથી સત્વ વડે યુક્ત ધર્મ ઈચ્છિત ફલને આપનાર બને છે.
દા. ત. જેવી રીતે દેવપાલ, કપર્દિક, ચનક શ્રેષ્ઠિ વિ. નો દેવપૂજારૂપ ધર્મ શીઘ્ર રાજ્યાદિ ફલ આપનાર થયો. મૂલદેવ, ભદ્રશ્રેષ્ઠિ વિ. નો દાનધર્મ, સુદર્શન શ્રેષ્ઠિનો શીલ ધર્મ, ગજસુકુમાલ, ઢંઢણકુમા૨ અને નાગકેતુ શ્રેષ્ઠિ વિ. નો તપ ધર્મ સ્વર્ગ, મોક્ષાદિ ફલને આપનાર થયો. ઈત્યાદિ ॥
શ્લોકાર્થ :- હે પંડીતો ! કર્મરૂપ શત્રુપર જયરૂપ લક્ષ્મી માટે આ પ્રમાણે (આવા) નિયમથી યુક્ત ધર્મના આવા શીઘ્ર ફલ રૂપવૈભવને સાંભળીને તેમાં નિત્ય આદરવાળા થાઓ |૧||
: પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે : ॥ ૧૦ મો તરંગ પૂર્ણ
પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે (તરંગ-૧૧)
પૂર્વ ગાથામાં કહેલા અર્થને જ શંકા દૂર કરતાં એક દૃષ્ટાંત વડે કહે છે :- જેવી રીતે ચક્રીના ચર્મ ઉપર ડાંગર તત્કાલ ફળે છે. તેવી રીતે સાત્વિક ભાવથી શુધ્ધ એવો ધર્મ તત્કાલ અક્ષયસુખને આપનારો બને છે. વ્યાખ્યા સ્પષ્ટ છે. દૃષ્ટાંત વિ. પૂર્વની જેમ સમજવા.
• ઈતિ પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે ઃ
॥ તરંગ ૧૧ પૂર્ણ II
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 197 | પ્ર.ઉ.અં.૪,ત.૧૧