________________
પાડવા માટે તારા તે કર્મના ફલને કોઢાદિ રોગ કરવા થકી બતાવ્યું. તેથી તારૂ શરીર નાશ પામ્યું (બગડ્યું) છે. પરંતુ પ્રાસુક જલથી નહિ.
પછી આ સાચું જ છે ખોટું નથી એ પ્રમાણે ચિંતવીને તેણે કહ્યું. “હે ભગવન્! જો હું જેવું કહું છું. તેવું પ્રાયશ્ચિત કરું તો મારું શરીર સારું થશે ? ત્યારે કેવલી ભગવંતે કહ્યું હે દુષ્કર કરનારી! હું તને પ્રાયશ્રિત આપું છું. પરંતુ તેનું પ્રાયશ્ચિત જ નથી જેથી તારી શુધ્ધિ થાય. કારણ કે તેં સાધ્વીઓની આગળ પ્રાસુક પાણીથી મારું શરીર નાશ પામ્યું છે. એ પ્રમાણે કહ્યું હતું અને આ મહાપાપકારી તારું વચન સાંભળીને બધી સાધ્વીઓ સુબ્ધ થઈ ગઈ હતી (ચોંકી ઊઠી હતી) આ વચનના દોષથી (કારણે) તેં જે કાંઈ કટુ વિપાક આપનારું પાપ કર્યુ છે તે તારે કોઢ, ભગંદર, જલોદર, વાયુપ્રકોપ, ગુલ્મ, દમ, મસા, ગષ્ઠમાલાદિ અનેક વ્યાધિ વેદનાથી યુક્ત શરીરથી, દારિદ્રય, દુઃખ, દૌર્ભાગ્ય, દુર્ગતિ, અપયશ, આળ (કલંક) સંતાપ, ઉદ્વેગ, દાહ, દીર્ધકાલે કરી, અનંતભવ સુધી દરરોજ ભોગવવું પડશે. આ પ્રમાણે દુર્વચનના વિપાકમાં રજ્જાસાધ્વીનો સંબંધ જાણવો.
આ બીજા ભંગના પાપનું બહુદોષપણું અને વારંવાર ઘણીવાર સાતમી નરક સુધીનું ગમનાદિ અનંત ભવ સુધી દુઃખ આપવા પણા વિ. નો બીજોભંગ થયો ારા
વળી કોઈ પાપ બહુ જજુને મારવાથી ઉત્પન્ન થતું હોવાથી અનલ્પ પાપ હોય છે. અલ્પઅવિશુધ્ધિથી ઉત્પન્ન થતું હોવાથી અલ્પદોષવાળું હોય
દા.ત. જેમકે કાલિકાચાર્યનું સરસ્વતીને વાળવા માટે તેવા પ્રકારનું આરંભ આદિનું પાપ અને અલ્પદોષવાળું પાપ તે ઈરિયાવહી રૂપ પ્રતિક્રમણ માત્રથી શુધ્ધ થતું હોવાથી અલ્પદોષવાળું સમજવું ઈતિ ત્રીજો ભંગ.
વળી કોઈપાપ બહુ ઘણા, અતિ ઘણા જીવોની વિરાધના (હિંસા)થી ઉત્પન્ન થતું હોવાથી અને બહુ દોષ કરનારું છે. જેમકે કાલસૌકરિકનું બ્રહ્મદત્ત ચક્રવર્તી વિ. નું પાપ ચોથો ભેદ થયો Indi | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) પ્ર.ઉ.ના અં.૪,ત.૯
* * * * * * * * * * * * *
:::::::::::
:
:::::::::::::
:::::::::::