________________
તેનાથી તે અધન્યાએ નારક - તીર્યચ, હીનજાતિ (મનુષ્ય) માં જે જે પીડા સહી તે સાંભળીને કોણ ધીરજ ધરે ?
હે ભગવન્ તે રજ્જા સાધ્વી કોણ છે. ? વચન માત્રથી તેણે કયું પાપ મેળવ્યું. જેનો વિપાક આ પ્રમાણે વર્ણવાય છે ? એ પ્રમાણે કહેતાં પૂછતાં) ભગવાને કહ્યું... હે ગૌતમ ! આજ ભરતક્ષેત્રમાં ભદ્રનામના આચાર્ય થયા હતા. તેને પાંચસો સાધુઓ અને બારસો સાધ્વીઓ હતી. તેના ગણ (સમુદાય)માં ત્રણ પ્રકારનું પાણી હતું. ત્રણ ઉકાળાવાળું, ખટાશયુક્ત અને ધોવણનું પાણી ચોથા પ્રકારના પાણીનો ઉપયોગ ન હતો. એક વખત રજ્જા નામની સાધ્વીનું શરીર પૂર્વકર્મના પ્રભાવથી થયેલા કોઢ રોગના કારણે બગડી ગયું. (બગડવું) તે જોઈને બીજી બધી સાધ્વીઓએ કહ્યું, “હે દુષ્કર તપ વિગેરે કરનારી ! આ શું થયું છે. પછી તેણે (રજાસાધ્વીએ) પાપના ડર વિના કહ્યું કે આ પ્રાસુક જલ પીવાથી આ રોગ થયો છે તે સાંભળીને બધી સાધ્વીને ક્ષોભ થયો અને તેઓએ પ્રાસુક જળ છોડી દીધું. તેમાં એક સાધ્વીએ ચિંતવ્યું જો મારું શરીર હમણાં જ નાશ પામે તો પણ આ પ્રાસુક જલ હું નહિ છોડું. વળી આ સત્ય નથી કે આનું શરીર પ્રાસુક જલથી નાશ પામ્યું (બગડ્યું) હોય. કારણ પૂર્વે કરેલા કર્મોદયના કારણે કુષ્ટાદિ રોગ થાય છે. તેથી અહો ! અજ્ઞાન દોષથી હણાયેલી લજ્જા વિનાની અને મહાપાપરૂપ કર્મ વડે ઘોર દુઃખને આપનાર આવા પ્રકારના દુષ્ટવચન કહ્યા-બોલી ઈત્યાદિ ચિંતવન કરતી એવી તેણે વિશેષ પ્રકારની વિશુધ્ધિથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું દેવોએ કેવલજ્ઞાનનો મહિમા કર્યો...... પછી દેશના પૂર્ણ થયે નમસ્કાર કરીને રજ્જાસાધ્વીએ કેવલી ભગવાનને પૂછ્યું. હે... ભગવનું ક્યાં કર્મના કારણે હું કોઢાદિ રોગનું ભાજન બની છું.
કેવલી ભગવંતે કહ્યું... સાંભળ તેં રક્તપિત્તથી દુષિત સ્નિગ્ધ આહાર આ કંઠ સુધી ખાધો હતો અને તે વળી કરોળીયાથી મિશ્રિત હતો. તે કારણે આ થયેલ છે વળી બીજું તેં મોહ વશના કારણે નાકનો મેલ અને મુખની લાળથી ખરડાયેલા શ્રાવકના પુત્રના મુખને સચિત્ત પાણીથી ધોયું હતું તે શાસન દેવતાથી સહન ન થયું. તેથી બીજાને પણ તેવા પ્રસંગથી પાછા [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 194) પ્ર.ઉ.ના અં.૪,ત.૯]
:::::: ' .''
'
,
, ,
, * * *
*, ,
*
*
,
,
,
,
,
,
,
,
,','
'
'
'
'
'
રામજન
ક
::: રસમજ* * * * *
* ::
:::
કાકઝss
:::::::::::::::::