________________
શીતલાચાર્યનું વંદનનું અનુષ્ઠાન ઈત્યાદિ સંગમ અને મુલદેવને અંતર વિના (બીજે જ ભવે) તેવા પ્રકારની સમૃદ્ધિ, રાજ્યાદિ મલવા છતાં પણ સિધ્ધિસુખના ફલને આપનાર હોવાથી મહાસલપણું જાણવું ગરી,
વળી કોઈક ધર્મ અત્યંત દ્રવ્યના વ્યયથી સાધ્ય હોવાથી ઘણા દિવસ સુધી સાધવા વડે અથવા ઘણા કષ્ટમય હોવાના કારણે ભાવની શુધ્ધિ રહિતપણાના કારણે અલ્પ - ભોગ સુખાદિ ફલ આપતો હોવાથી અલ્પ ગુણયુક્ત સમજવો. હંમેશા લાખ સુવર્ણને આપનાર શ્રેષ્ઠિ, લાખોને ભોજન કરાવનાર બ્રાહ્મણ વિ., તામલતાપસ અને કોણિકરાજાનો પૂર્વભવ, તાપસ વિ. નો ધર્મ અલ્પગુણ કારક સમજવો. અહીંયા તે ઉદાહરણ આપવા (યોજવા) તેઓની ભાવશુધ્ધિ રહિતપણું અને સમ્યક્ ધર્મ, અધર્મ, પાત્ર – અપાત્ર જીવાદિ તત્ત્વનું જ્ઞાન ન હોવાથી અલ્પગુણ વાળો ધર્મ સમજવો. (જાણવો)
ચોથો ધર્મ શ્રી જૈન તીર્થયાત્રા, પ્રાસાદ બનાવવા વિ. તેવા પ્રકારના તપ-કષ્ટ અનુષ્ઠાનાદિ પૂર્વના હેતુથી બહુ સમજવો. ભાવશુધ્ધિ પૂર્વક કરાતો ધર્મ સ્વર્ગ ઍને મોક્ષાદિ સુધીના ફલને આપતો હોવાથી બહુફલ ગુણવાળો સમજવો જેમકે ભરત ચક્રવર્તિ આદિનો ઘર્મ, શ્રી કુમારપાલ, વસ્તુપાલ મંત્રી વિ. નો ધર્મ, અને શ્રી વીર-પરમાત્માનો પૂર્વભવ લાખવર્ષ સુધી નિરંતર માસક્ષમણ કરનાર નંદન મહાઋષિ વિ. નો ધર્મ. બહુગુણ જાણવો. - હવે એજ ચતુર્ભગી પાપને આશ્રયીને વિચારે છે. કોઈક પાપ સ્વલ્પ હોય છે. માત્રદુર્વચનાદિના કારણે ઉત્પન્ન થવાથી અથવા સ્વલ્પજીવહિંસાદિ થવાથી થતું પાપ તે સ્વલ્પ પાપ અને સ્વલ્પ ફળ આપનારૂં થાય છે. સ્વલ્પ જ અવિશુધ્ધિ ક્રોધાદિ કરવા થકી અલ્પ જ અશુભ ફળ આપતું હોવાથી સ્વલ્પફળવાળું કહેવાય છે. •
જેવી રીતે તને શું શૂળી પર ચઢાવી હતી? તારા હાથ શું કપાઈ ગયા હતા ? માતા અને પુત્રના આવા વચનોથી તેમને થોડું પાપ અને થોડું ફૂલ પ્રાપ્ત થયું.
બીજાના ક્ષેત્રમાં પ્રવેશતાં મુસાફરોને જોઈને મારા ક્ષેત્રમાં જો આ પ્રવેશ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 192) પ્રિ.ઉ.ના અં.૪,તાલ
મમમમ મમમમ: : :
: : : : : ::::::::::::::::::::
*
* *
* *