________________
હવે તેની વિચારણા કરે છે - જેવી રીતે કોઈક ગોળ લૂંઠ આદિ ઔષધ અલ્પમાત્રા સાથે મરી વિ. થી યુક્ત થોડા દિવસના સેવનથી અને અલ્પ માત્રાના પ્રમાણથી ગુણ કરવામાં સમર્થ હોવાથી અલ્પ ગુણવાળું જાણવું |૧||
વળી બીજું ઔષધ રસાયણાદિપ માત્રા સાથે અલ્પ મરી વિ. થી યુક્ત અલ્પ જ અને અલ્પ દિન સેવવાના કારણથી અલ્પ પરંતુ મહાશક્તિવાળું હોવાથી સ્વલ્પ હોવા છતાં પણ બહુગુણ કરવામાં સમર્થ હોવાથી બહુ ગુણવાળું છે..... (૨)
ત્રીજુ ઔષધ ગોળ અને સૂંઠ વિ. ઘણા ટંક પ્રમાણ (સુધી) સેવ્યમાન હોવાથી અથવા ઘણા દિવસ સુધી સેવી (લઈ) શકાતું હોવાથી અને તેવા પ્રકારની વિધિથી રહિત હોવાથી અને અશુધ્ધપણાને કારણે ઔષધનું અલ્પગુણ સમજવું.
ચોથું ઔષધ તો પૂર્વની જેમ ઘણું શુધ્ધ અને વિધિપૂર્વક સેવવાના કારણે બહુગુણવાળું છે. ઈતિ દષ્ટાંતની વિચારણા થઈ.
હવે જેના પર ઘટાવવાનું છે તે કહે છે. કોઈક ધર્મ પણ નવકારમંત્રને ગણવાથી, શ્રવણ કરવાથી, શ્રી જિનને નમસ્કારાદિ કરવા માત્રથી સ્વલ્પ ધર્મ હોય છે. અથવા ધનાદિ વિના પણ સુખપૂર્વક સાધ્ય હોવાથી સ્વલ્પ સમજવો. સ્વલ્પ ભાવપણાના કારણે સ્વલ્પગુણવાળો સમજવો. જેવી રીતે સમડીનું નમસ્કાર મહામંત્રનું સ્મરણમાત્ર, ઘરડી ડોશીનો સામાયિક ધર્મ, શ્રી સંપ્રતિ મહારાજાનું પૂર્વભવના દ્રમક (ભીખારી) નું અવ્યક્ત (ભાવવિનાનું) દ્રવ્ય સામાયિક, શ્રી સાતવાહન રાજાએ મૂલિકાવાહક નામના પૂર્વ ભવમાં કરેલું લોટનું દાન, સુંદરશ્રેષ્ઠિનું અન્યની પ્રેરણાથી અપાયેલું દાન, ક્ષત્રીયનો પાંચજીવોના રક્ષણ રૂપ ધર્મ ઈત્યાદિ.
જિન નમસ્કાર, દાન, સામાયિકાદિ સ્વલ્પ જ ધર્મ ક્યારેક વિશેષ ભાવ શુધ્ધિના કારણે બહુગુણવાળો થાય છે. સ્વર્ગ, મોક્ષાદિ ફલ આપતો હોવાથી, જેમ ઘરડી ડોશીનો સિદ્વાર (પારિજાત) પુષ્પવડે શ્રી વીરજિનની પૂજાનો પરિણામ, જીર્ણશ્રેષ્ઠિનો દાન પરિણામ, મૂલદેવનું અને ચંદનાનું અડદના બાકુલાનું દાન, સંગમનું એકવારનું ખીરનું દાન, શ્રી પુણ્યાત્ય રાજાનું પૂર્વભવે મુનિના નેત્રમાંથી કંટક (શલ્ય)નું ઉધ્ધરણ, કેશરી ચોરનું સામાયિક, શ્રી
*******
****
*
૬ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
પ્ર.ઉ.ના અં.૪,ત.૯
******************************
***
***
*
:::
:
::::::
:::::::::::::::::