________________
(૩) શરીર નિરોગીપણું (૪) સુવિશુધ્ધ સામગ્રી (૫) અનેક પ્રકારની માનચિંતિત સિધ્ધીઓ અને (૬) સર્વત્ર વિજય અને આનંદ સહિત જય પ્રાપ્ત થાય છે.../પી. प्रवर्धमानोत्तममंगलावली: १,
श्रियः सदानन्दरसोर्मिवर्मिताः २। सुखानि ३ विश्वाशयविश्रमास्पदं,
धर्मो वशत्वं ४ नयते जिनोदितः ।।६।। (४) ભાવાર્થ :- અહા! જિનેશ્વર પરમાત્માએ ઉપદેશેલો ધર્મ કેટલો ઉત્તમ છે કે જે ધર્મ જગતના સર્વ સંશયોને છેદનાર સર્વજીવોને આશ્રયરૂપ અત્યંત ઉત્તરોત્તર વૃધ્ધિ ગત બનતી કલ્યાણની શ્રેણીને અર્પનાર સદેવ આનંદરસની ઉમ્મરૂપી કવચને ધારણ કરતી લક્ષ્મીને ધરનાર અનેક પ્રકારના સુખ વૈભવને અને પ્રીતિને જગાડનાર છે.. Iી त्रिवर्गसारः १सुजनैः स तत्त्वतो,
निधिः सुखाना २ सकलेष्टसाधकः ३। अनिष्टहृ ४ ल्लोक्युगे हितावहो ५, - ઘર્મો નિષેવ્યઃ સુરસેવિતોડરિંતઃ () ભાવાર્થ - સજ્જન પુરૂષોએ અર્થ, કામ અને મોક્ષ રૂપ ત્રણ વર્ગમાં સાર રૂપ, સુખ, શાંતિ અને સમાધિના ખજાના રૂપ, તમામ ઈચ્છિત ઈષ્ટ વસ્તુને સાધનાર, પસંદ નહિ એવા તમામ અનિષ્ટને દૂર કરનાર, આ લોકમાં અને પરલોકમાં અને દેવદેવેન્દ્રોથી લેવાયેલો યાને આચરાયેલો જિનેશ્વર ભગવંતોનો ધર્મ જ સેવનીય આરાધવા યોગ્ય છે. ll त्रैधदुःखनिचयोऽपचीयते १, चीयते च सुखसंचयस्त्रिधा २। पूर्यते त्रिविधमर्थितं ३ यतस्तं, त्रिधा भजत धर्ममार्हतम् ।।८।। (३) ભાવાર્થ :- (૧) આધ્યાત્મિક (૨) દેવિક અને (૩) ભૌતિક એ ત્રણ ભેદરૂપ દુઃખ અથવા મન વચન અને કાયાથી ઉત્પન્ન થયેલું દુઃખ, નરક, તીર્થંચ અને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થયેલું દુઃખ દૂર કરનાર (૧) મનુષ્ય પણાનું સુખ (૨) દેવનું સુખ અને (૩) મોક્ષનું સુખ એમ ત્રણ પ્રકારે સુખને અર્પનાર અને મન વચન અને કાયાથી ઈચ્છેલું પૂર્ણ કરે છે તેવો અરિહંત પ્રભુએ કહેલો ધર્મ મન વચન અને કાયા એમ ત્રણ પ્રકારે આરાધો.. IIટા [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)206) અપરતટ અંશ -૧]
::::::
:::::::::::::::::::::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::