________________
જાણવો. કારણ કે બહારના લોકોમાં તેવા પ્રકારની પ્રસિધ્ધિનું કારણ ન હોવાથી અનાટોપ ધર્મ જાણવો. તેમાં પણ કોઈક ધર્મ પ્રમાદાદિ દોષથી કલુષિત પણાના કારણે, અલ્પફલને આપવાના કારણે, અલ્પગુણવાળો ધર્મ છે. જેમ વિસઢ શ્રાવકનો વિકથા પ્રમાદથી કલુષિત સામાયિક ધર્મ, માદગિંકાનો ધર્મ અલ્પધ્ધિવાળું દેવપણું આપવાથી અલ્પફળવાલો ધર્મ કહ્યો છે. ઈતિ ૩ જો (ત્રીજો) ભેદ થયો.
વળી બીજો બહુગુણવાલો ધર્મ પ્રમાદ વિ. થી કલંક રહિત હોવાથી બહુગુણ... જેમકે વિકથાદિ પ્રમાદ વગરનો સામાયિક ધર્મ નિસઢ શ્રાવકને દેવેન્દ્રપણું અને મહાઋધ્ધિને આપનાર બન્યો હોવાથી બહુગુણ ધર્મ થયો ઈતિ ૪થો (ચોથો) ભેદ થયો. - હવે યતિધર્મને આશ્રયીને એજ ચતુર્ભાગીને વિચારે છે. યતિધર્મ સાટોપ છે. તીવ્રતપ, અનુષ્ઠાનાદિ યુક્ત, તુર્તજ મહાઋધ્ધિ, ત્યાગાદિ લક્ષણરૂપ મહાસત્વશાલી પણાના સ્વીકારથી, દેવોને પણ આશ્ચર્યકારી બનવાથી સાટોપ, પરંતુ ક્રોધ, ઈર્ષા, અવિધિ, ગુરૂ, દેવની આજ્ઞાની વિરાધના કરવાથી કલુષિત થવાના કારણે અલ્પગુણ કરનારો બને છે. જેમકે નદીને કાંઠે તીવ્ર તપ કરતાં કુલવાલક મુનિનો તપધર્મ, અલ્પગુણવાલો થયો. ખરેખર તેનો તેવા પ્રકારનો પણ તપ ગુર્વાજ્ઞાની વિરાધનાને કારણે નિષ્ફળ થયો-ગયો.
કહ્યું છે કે છઠ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ, પંદર, માસક્ષમણ, કરનાર પણ ગુરૂના વચનને નહીં સ્વીકારનાર અનંત સંસારી થાય છે. ////
વળી કોઈક યતિધર્મ પૂર્વે કહેલ હેતુથી સાટોપ અને પ્રમાદાદિ દોષ (મલ) થી રહિત હોવાથી બહુફલને આપનારો બને છે. જેમકે સનત્કુમાર ચક્રી, ધન્યકુમાર, શાલિભદ્રાદિ મહર્ષિઓનો ધર્મ બહુફલને આપનારો થયો.
કોઈક યતિધર્મ તેવા પ્રકારના તપ-કષ્ટાદિથી રહિત હોવાથી અનાટોપ અને અલ્પ ફલદાયક છે. દા.ત. સંપ્રતિ રાજાના પૂર્વભવ દ્રમકઋષિની જેમ વળી અપર (બીજો) અનાટોપવાળો હોવા છતાં પણ મહાલને આપનારો હોય છે. કૂરગડૂક મુનિની જેમ અથવા વિદ્યા મંત્રાદિની સિધ્ધિ, વિવિધ લબ્ધિ, સૂર નરેન્દ્રથી સેવ્ય, રાજપૂજ્યતાદિથી યતિધર્મની સાટોપના અને [ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 189) પ્ર.ઉ.ના અં.૪,તા.૮)
પપપપપ પપપ
રાજકારણ
કરનાર
કાકા કામ કરતા કરી