________________
પ્રમાદાદિએ કરી તે યતિ ધર્મને કલુષિત કરવાના કારણે અલ્પગુણપણું જાણવું દૃષ્ટાંત તરીકે મથુરાવાસિ મંગુઆચાર્ય પહેલા ભંગમાં, શ્રી વજસ્વામિ વિ. બીજાભંગે, આગળ બે ભંગના દૃષ્ટાંતો સ્પષ્ટ કહ્યા છે. અથવા મિથ્યાત્વ યુક્ત તીર્થયાત્રાદિ. ધર્મ સાટોપ અને અલ્પગુણવાળો થાય છે. જેમકે સેચનક હાથી પૂર્વભવના બ્રાહ્મણનો લાખ બ્રાહ્મણને ભોજન કરાવવા વિ. રૂપધર્મ, જૈનતીર્થ યાત્રાદિ ધર્મ સાટોપ અને બહુગુણવાળો છે. જેમ શ્રી ભરતાદિનો
ધર્મ
સંધ્યા, વંદનાદિ વડે મિથ્યાદૃષ્ટિને ગમતો (માન્ય) ધર્મ અનાટોપ અને અલ્પફલવાળો જાણવો. જૈનોનો સામાયિકાદિ ધર્મ તો અનાટોપ અને મહાલને આપનારો છે. અને પૂર્વના દૃષ્ટાંતો અહીંયાં જાતેજ યોજવા-કહેવા.
શ્લોકાર્ધ - હે ભવ્યો ! ભવ ઉપર જયરૂપ લક્ષ્મીને માટે ચાર પ્રકારના ઔષધવાળા દૃષ્ટાંતથી ધર્મને જાણીને શુધ્ધ એવા ધર્મમાં પ્રયત્ન કરો..... ઉલ્લસિત બનો ////
/ પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે ૮ મો તરંગ પૂર્ણ
પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે (તરંગ-૯)
શ્લોકાર્ધ - જેવીરીતે ઔષધને વિષે શક્તિ - (વીર્ય) હોય છે. તેવી રીતે ધર્મને વિષે ભાવ વિશુધ્ધિ જરૂરી છે. મોહ ઉપર જયરૂપ લક્ષ્મી મેળવવા માટે ભાવની વિશુધ્ધિપૂર્વક ધર્મને કરો ૧
યતઃ - અલ્પ, બહુ અને અલ્પ બહુગુણરૂપે જેવી રીતે ઔષધ ચાર પ્રકારે થાય છે. તે પ્રમાણે પાપના ત્યાગવાળો વિશુધ્ધ મેદવાળો ધર્મ ચાર પ્રકારે થાય છે III
વ્યાખ્યા - અર્થસ્પષ્ટ છે. પરંતુ વિપરિત પણાથી અને અવિશુધ્ધિ ભેદથી પાપ પણ ચાર પ્રકારે થાય છે.
: '
,
,
,
, ,
, , , , , , , , , , , , , , , ,
,
, , , , , , , , , , ,
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (190) પ્ર.ઉ.ના અં.૪,ત.૯