________________
આ તત્ત્વવચન સાંભળીને મંત્રીશ્વર બોલ્યા હે કમલદલ જેવા દીધું લોચનવાળી ! તારા વિના આવું કહેવાનું બીજું કોણ જાણે છે. (કોણ કહી શકે ?)
તામ્રપર્ણ નદીના કિનારે શુક્તિ (છીપ)માંથી ઉત્પન્ન થયેલા મૌક્તિ (મોતિ) જેવા અને સારી રીતે સ્પર્શ થઈ શકે તેવા પ્રસન્ન કરનારા સ્વાદભર્યા તારા શબ્દો છે. ઘરની ચિંતાના ભયને હરનાર, મતિનો વિસ્તાર કરનાર, સમસ્ત પાત્રનું સત્કાર કરનાર આવી ઘરની કલ્પવલ્લી સમાન નારીથી પુણ્યશાલીને – પંડિતોને શું શું નથી લતું ?
હે રાજ્ય સ્વામિની ! કહે કયા ઉપાયવડે પ્રાસાદ (મંદિર) શીધ્ર બને ?
દેવી અનુપમા બોલી - રાત્રીના કારીગરો જુદા અને દિવસના કારીગરો જુદા રાખવા. ઠંડીમાં ઓઢવાનું અને તાપણું આપવું, સારા ભોજન ખવડાવવા, સૂત્રધારોને વિશ્રામ મલવાથી રોગ નહિ થાય. આથી ચૈત્યની સિધ્ધિ શીવ્ર થશે. આયુષ્ય ઘટતું જાય છે. લક્ષ્મી અસ્થિર છે. મૃત્યુ એ જાણે મારા વાળ (ચોટલી) પકડયા છે એમ માની ધર્મનું આચરણ કરો. બુધ્ધિશાળી હું અજર છું. અમર છું એમ વિચારીને વિદ્યા અને અર્થને ચિંતવે. ઈત્યાદિ સરસ્વતીની વીણામાંથી ઝરતી કોમલ વાણી કહીને તેણી પાછી ફરી.
પછી મંત્રીએ બધી જગ્યાએ રહેલા કારીગરોને વિષે તેજ રીતિએ શરૂઆત કરાવી. થોડા જ દિવસોમાં બધું પૂર્ણ થયું. આ પ્રમાણે અનુપમાનું દૃષ્ટાંત અલ્પ (લેશ) માત્ર ક્યું.
અતિશય એટલે તેવા પ્રકારનું પ્રભુત્વ અને ઐશ્વર્યાદિ, મોટામોટા તીર્થની યાત્રા, આચાર્યાદિ પદની સ્થાપના, પ્રાસાદ, પ્રતિમાની પ્રતિષ્ઠા, દિનોધ્ધારાદિ વિ. મોટા પુણ્ય કાર્યો કરવા વિ. જાણવું. શ્રી આનંદાદિનો સંબંધ કંઈક પૂર્વે લખેલ હોવાથી અને કંઈક પ્રસિધ્ધ હોવાથી ગ્રન્થના વિસ્તારના ભયથી અહીંયા લખ્યો નથી.
ઉપર કહેલા પાંચગુણથી અલંકૃત એવો ધર્મ અહીંયા પણ સર્વરીતે પ્રશંસનીય, રાજાદિ પુજ્યપણું (રાજા વિ. થી માન) સુર (દવ) ની સહાય આદિ કારણ બને છે. કેટલાકને કેવળજ્ઞાનની પ્રાપ્તિને માટે અને પરલોકમાં તીર્થકરપણા સુધીની સમૃધ્ધિને માટે પણ થાય છે. [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 179)પ્ર.ઉ.ના અં.૪,ત.૪
**
.
.
.
,
,
,
,
'*'+' '