________________
શ્લોકાર્થ:- આ પ્રમાણે આ દૃષ્ટાંતથી ઊંચા ચક્રીપણાના, તીર્થકરાદિના મોટા ફલને જાણીને પંચાંગરૂપ સારા સુકૃત (ધર્મ) ને હૃદયસ્થ કરો. અથવા આરાધો.જેથી કરીને મોહ રૂપ શત્રુ પર જયરૂપ લક્ષ્મી શીધ્ર પ્રાપ્ત થાય - મેળવાય.
તે પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે ૪ થો તરંગ પૂર્ણ .
પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે (તરંગ-૫)
શ્લોકાર્ધઃ- ભાવરોગ ઉપર જયરૂપ લક્ષ્મીની અને આરોગ્યરૂપ પરમાર્થની જો ઈચ્છા હોય તો વૃષભ સમાન સમ્યકત્વને વિધિ યુક્ત ભજો - સેવો.
યતઃ (૧) ઔષધ (૨) પ્રતિવાસ (૩) પથ્ય (૪) સમુખવાસ (૫) બાહ્યક્રિયા. શિવને આપે છે. (કલ્યાણ કરે છે.) તેમ (૧) સમ્યકત્વ (૨) વ્રતો (૩) આવશ્યક (૪) દાન (૫) ઉચિત કર્મરોગને હરનારા છે.
વ્યાખ્યા :- અહીંયા જેમ અને તેમ એ પ્રમાણેનું પદ અધ્યાહાર છે. તેથી બાહ્યરોગના પ્રતિકારમાં રોગીઓ જેવી રીતે ઔષધ, પ્રતિવાસ, પથ્ય, મુખવાસ સહિત બહારની ક્રિયા કલ્યાણ કરનાર છે. એટલે કે રોગને દૂર કરનાર છે. આરોગ્યને અને રૂપને આપે છે. તેમાં અગડ એટલે ઔષધ, પ્રતિવાસ, પથ્ય, મુખવાસ તે પ્રસિધ્ધ છે. બાહ્યક્રયા - શરીરને વિષે, ઉદરાદિ ને વિષે, પાંદડાદિને બાંધવા, અજમાનો લેપ, લક્ષપાક તેલ વડે અંગને માલિશ આદિ. જવીરીતે ક્ષીણતા, જીર્ણતાવ, અતિસારમાં નાગરાદિ કવાથ ઔષધ છે. તેમાં અજમો, આમોચરસ, ધાતકી પુષ્પ, નાગરાદિ ચૂર્ણ તે પ્રતિવાસ છે. ગરમાણે તે પથ્ય છે. મુખને વિષે સોજા વિ. ના ઉપશમનને માટે અપાતા દાડમ, સારક, કોળા વિ. ની ગોળીરૂપ મુખવાસ, અન્તર્દાહને ઉપશમાવવા માટે અર્ધસૌવીર, પાણી વિ. થી ભીંજાયેલા કપડાને શરીર પર વીંટવું, સૌવીરથી ઘોયેલા એરંડાના પાન વિ. ને બાંધવા વિ. બાહ્યક્રિયા જાણવી.
હવે દાષ્ટ્રત્તિક યોજના ક્રમ પ્રમાણે કહે છે. “સન્મત્તેત્યાર’ તેવી રીતે સમ્યકત્વ, વ્રત, આવશ્યક, દાન અને ઔચિત્ય કર્મરોગને હરનાર બને | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (180) પ્ર.ઉ.ના અં.૪,ત.૫]
Exa::::::::::
::::::