________________
પકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે (તરંગ-૬)T
પહેલાં કહેલાં અર્થને પાંચમા (અતિશય) પદથી રહિત સુખપૂર્વક જાણી શકાય તે માટે ઉપદેશ છે – કહે છે.
શ્લોકાર્થ - ભવરૂપ રોગને હરવા માટે ઔષધ, પ્રતિવાસ, પથ્ય અને મુખવાસ છે. તેમ સમ્યકત્વ, વ્રત, આવશ્યક, દાન વિ. શિવસુખને આપે છે.
///l.
વ્યાખ્યા - અર્થ સ્પષ્ટ છે. પરંતુ દાન વિ. એકજ ૪ (ચોથું) પદ છે. તેમાં આદિ શબ્દથી તપ, વિનય, વૈયાવૃત્યાદિ લેવું શિવસુખ એટલે મોક્ષ સુખ જ લેવું. શિવસુખ એટલે શિવ કલ્યાણ આરોગ્ય રૂપ કલ્યાણ તેના હેતુ ભૂત સુખને આપે છે. વિચારણા પૂર્વની ગાથાની જેમ કરવી. માત્ર પાંચમું પદ કહેવું નહિ. ઈતિ.
/ “પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે - દુહો તરંગ પૂર્ણ” .
પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે-તરંગ-૭
શ્લોકાર્થ - મોહ ઉપર જયરૂપ લક્ષ્મીને મેળવીને જો શ્રેષ્ઠ એવા સિધ્ધપુરે જવાની ઈચ્છા હોય તો અક્ષય સુખ અનુભવવા માટે શ્રેષ્ઠ દર્શનરૂપ રથને ભજો ૧//
શ્રત અને ચારિત્રરૂપ વૃષભથી યુક્ત, આવશ્યક દાનાદિ પથ્ય યુક્ત નિશ્ચય અને વ્યવહારરૂપ બે ચક્રથી યુક્ત દર્શન (સમ્યક્દર્શન) રૂપ રથ ઋધ્ધિને આપે છે. રા
વ્યાખ્યા - દર્શન - સમ્યકત્વ તેજ રથ પોતાને રથને) આશ્રિત થઈને રહેલા કેટલાક લોકોને સિધ્ધિમાં લઈ જાય છે. એ પ્રમાણે સંબંધ જાણવો.
દર્શનરથને જ વિશેષ રીતે ખુલ્લો કરી કહે છે. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 18 પ્ર.ઉ.ના અં.૪,તા.૬,
::::::::::::::::
::::::