________________
પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે (તરંગ-૮)
શ્લોકાર્ધ - દુર્જેય ભશત્રુ (રાગદ્વેષ) ઉપર જયરૂપ લક્ષ્મી માટે તાકાતને અવગણીને સુંદર રમ્ય એવા ભાવરૂપ ધર્મમાં સારી રીતે ઉજમાળ - ઉદ્યમશીલ બનો ll૧/
જેવી રીતે સાટોપ (આડંબર સહિત) અનાટોપ (આડંબર રહિત) ઔષધ અલ્પગુણ અને બહુગુણે કરી ચાર પ્રકારના થાય છે. તેવી રીતે સાવદ્ય અને અનવદ્ય રૂપે કરીને ધર્મ પણ ચાર ભેદે (પ્રકારે) થાય છે.
વ્યાખ્યા :- જેમ કેટલાક ઔષધ સાટોપ એટલે કે દુઃખે કરીને તૈયાર થઈ શકે તેવું બહુમૂલ્યવાળું અને અલ્પગુણવાળું હોય છે. કારણ કે દ્રવ્યના લોભથી વૈદ્ય અસાર અને અજ્ઞાનતાથી અન્ય અન્ય પાસે બનાવેલ હોવાથી તે ઔષધ તેવું બને છે. એ પ્રમાણે પ્રથમ ભેદ થયો.
વળી કેટલાક ઔષધ સાટોપ ઉપર બતાવેલા કારણથી સારા ઔષધવાળું હોવાથી બહુમૂલ્યવાળું અને બહુગુણવાળું હોય છે.
દ્રષ્ટાંત:-સંભળાય છે કે - પૂર્વે ઘારાનગરીમાં શ્રીભોજરાજાનો વાડ્મટ નામનો વૈદ્ય હતો. જેણે વાડ્મટ નામનો ચિકિત્સાગ્રંથ લખ્યો છે. તેનો જમાઈ લઘુ વાડ્મટ નામે પ્રસિધ્ધ હતો. એક વખત તે સસરાની સાથે રાજમહેલે ગયો. પ્રભાતના સમયે (ઉષાકાલે) શ્રી ભોજરાજાના શરીરની ચેષ્ટા જોઈને વૃધ્ધ વામ્ભટે આજ તમે નિરોગી છો એ પ્રમાણે કહ્યું ત્યારે લઘુ વામ્ભટે મુખ ફેરવી નાખ્યું તે જોઈને શ્રી ભોજરાજાએ હેતુ પૂક્યો.... ત્યારે તેણે કહ્યું સ્વામિના શરીરમાં આજ શેષ રાત્રિ બાકી રહે છતે કૃષ્ણ છાયાના પ્રવેશ સૂચિત સ્વપ્નથી ક્ષયરોગનો પ્રવેશ થયો છે. એ પ્રમાણે દેવના આદેશથી જાણ્યું છે. ઈન્દ્રિયોના અગોચર એવા ભાવને કહેતાં તે કલાના કૌશલ્યથી ચમત્કાર (આશ્ચર્ય) પામેલા રાજાએ તે વ્યાધિનો પ્રતિકાર કરવાનું વિચાર્યું. પછી તેણે ત્રણલાખ રૂા. ના ઔષધથી તે વ્યાધિને દૂર કરવાનું કહેતાં તૂર્તજ રાજાના આદેશથી તેટલા ખર્ચ દ્વારા છ મહિને તે ઔષધ તૈયાર કર્યું પછી તે | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 186) પ્ર.ઉ.ના અં.૪,તા.૮)
ત્નાકર સમકકમ + 4:433 . Hessess site ::::::::
ths 3 કપ
::
કકકકક
:::::::
::::