________________
અશુધ્ધ છે.) બીજા ભંગ સમાન પાર્થસ્થાદિ. ત્રીજા ભંગ સમાન પ્રત્યેક બુધ્ધ અંતમૂહુર્તકાલ માત્ર દ્રવ્યલિંગ નહિ ગ્રહણ કરનારા (દ્રવ્યલિંગ વગરના), અર્થાત્ દ્રવ્યલિંગ ગ્રહણ ન કરે ત્યાં સુધી ચોથાભંગ સમાન શીલયુક્ત ગચ્છમાં રહેલા સાધુઓ જેવી રીતે ચાંદીનો રૂપીયો - ત્રણ ભંગમાં આવેલો ચાંદીનો રૂપીયો ચાલતો નથી... એ પ્રમાણે અવિકલ ક્રિયાના ઈચ્છુકોએ તે સેવવા યોગ્ય નથી. ચોથા ભંગમાં કહેલા જ સેવવા યોગ્ય છે.
એ પ્રમાણે ત્રણ ભંગમાં બતાવેલા પુરુષો પણ પરલોકના અર્થિઓને નમસ્કરણીય નથી. ચોથાભંગમાં આવેલા (કહેલા) જ નમસ્કરણીય છે. એ પ્રમાણે વિચારણા થઈ.
વળી એ પ્રમાણે સમ્યકત્વને આશ્રયીને નયમતનો વિચાર કરે છે.....
નિશ્ચય નયમતથી સર્વજ્ઞ ભ. ને કહેલા તત્ત્વમાં શુધ્ધ શ્રધ્ધા તે સમ્યકત્વ અને તેનાથી યુક્ત તે સમ્યફ દૃષ્ટિ. વ્યવહાર મતથી તો મિથ્યાત્વના કારણોના પચ્ચખ્ખાણ કરનાર અને સમ્યકત્વના કારણોનું સેવન કરનાર તે સમ્યકુદૃષ્ટિ કહેવાય છે. લૌકિક અને લોકોત્તર દેવગુરુએ કહેલા ધર્મના ભેદોથી મિથ્યાત્વના કારણો ઘણાં છે. જિનપૂજા અને તીર્થસેવા વિ. સમ્યકત્વના કારણો છે તે બીજા ગ્રંથોથી જાણવા. વળી બંને નયનો વિચાર પ્રમાણ છે. એ પ્રમાણે બીજે બધે બન્ને નયની સાથે વિચારણા કરવી. બે નયની ચક્રની ઉપમા વડે ઘટના કરી. આના ઉત્તરાર્ધમાં એક માત્રા વધારે છે. તેમાં દોષ નથી. (ગાથા નામનો છંદ અનેક પ્રકારે હોવાથી)
શ્લોકાર્ધ - હે પંડીતો ! સંસારરૂપ શત્રુ પર જયરૂપ લક્ષ્મી માટે આ પ્રમાણે અનેક પ્રકારના પ્રગટ સધ્ધર્મના મૂળરૂપ સમ્યકત્વના ગુણને સાંભળીને સમ્યકત્વપૂર્વક વ્રત પાલનાદિમાં પ્રયત્ન કરો.
/ પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે – તરંગ-૭ મો પૂર્ણ //
00
:::, '.'.'
'
'
'
'
'
, ' , '
',',*
*,*
*, *, **, *
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 185)પ્ર.ઉ.ના અં.૪,ત.૭