________________
ભગવાનની પ્રતિમા સ્થાપિત થયે છતે શ્રી તેજપાલ મંત્રી અનુપમાની સાથે ઘણા પરિવારે અર્બુદિગરિ આવ્યા. પ્રાયઃ નિષ્પન્ન પ્રાસાદ (મંદિર) ને જોયો. અને સંતોષ પામ્યા. સ્નાન કરીને સુંદર વસ્ત્ર પહેરી ને પત્નીની સાથે મંત્રીએ નેમીનાથ ભ. ની પૂજા કરી પછી લાંબા કાળથી ધ્યાન સાથે ઊભા રહેલા પોતાના પતિને તેવી રીતે ઊભા રહેલા મૂકીને અનુપમા ક્ષણવારમાં જ પ્રાસાદની નિષ્પત્તિના કુતુહલથી (આશ્ચર્ય) થી બહાર આવી. ત્યાં સૂત્રધાર (કારીગર) શોભનદેવ ત્યારે ચાર થાંભલા વાળા મંડપને ઊંચો કરતો હતો. ત્યારે મંત્રીણી (અનુપમા) એ કહ્યું ! હે કારીગર ! મને જોતાં ઘણો ટાઈમ થયો. તેં હજુ સુધી સ્તંભો રોપ્યા (નાંખ્યા) નથી ? શોભનદેવે કહ્યું :- હે સ્વામિની ! ઠંડી સખત છે. સવારના પહોરમાં સ્થંભ ઘડવો દુષ્કર - દુઃખકર છે. કઠીન છે. મધ્યાહ્ન સમયે ઘેર જઈએ છીએ, સ્નાન કરીએ, જમીએ એથી વિલંબ થાય છે. અથવા વિલંબ થાય તેમાં શું ? રાજ્યને ભોગવતા મંત્રીનું સ્થાન લાંબાસમય સુધી રહેવાનું છે. તેટલામાં થઈ જશે.
પછી અનુપમા બોલી :- હે શિલ્પી ! આતો માત્ર ખુશામત જ છે. કઈ ક્ષણે શું થશે તે કોણ જાણે છે. સુત્રધાર મૌન થઈ ઊભો રહ્યો. પત્નીના (અનુપમાના) વચન સાંભળીને મંત્રીએ બહાર આવીને કારીગરને કહ્યું - અનુપમા શું વાદ (ચર્ચા) કરે છે ?
સૂત્રધાર બોલ્યો ઃ- દેવે (મંત્રી એવા તમે) જે ધાર્યું (સમજ્યા) છે તે, મંત્રી, પત્ની (અનુપમા) ને કહે છે. અથવા પૂછે છે :- તેં શું કહ્યું ?
અનુપમા બોલી :- દેવ ! હું બોલી કે કાલનો શો વિશ્વાસ ? ક્યારે કાલવેલા કેવી થાય ! પુરુષોનું નસીબ સદાકાલ એક સ૨ખું રહેતું નથી. તથા લક્ષ્મીનો અથવા પોતાનો નાશ કાલવડે અવશ્ય થાય છે. લક્ષ્મીને વિષે પંડિતજનો સ્થિર બુધ્ધિને રાખેશું ? ॥૧॥
વૃધ્ધોને આરાધના કરતા, પૂર્વજોને તર્પણ કરતાં જોતાં હોવા છતાં પણ તેઓની લક્ષ્મી ચાલી ગઈ છતાં અહો જીવો તેમાં મુંઝાય છે. II૨II
નિરાલંબા એવી રાજાની ભ્રમરના છેડાનું આલંબન કરનારી પોતાની લક્ષ્મીને પણ સેવકો સ્થિર માને છે એ આશ્ચર્ય છે. IIII
એકબાજુ વિપદા, એકબાજુ મૃત્યુ, એકબાજુ વ્યાધિ અને એક બાજુ જરા આ ચા૨વડે જંતુઓ (પ્રાણીઓ) સતત પીડાય છે. હા તે ખેદની વાત છે. II૪l
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (178) પ્ર.ઉ.ના અં.૪,ત.૪