________________
કોઈકે, ક્યારેક, ક્યાંક એકાદ જને કોઈક ન્હાનાથી પ્રત્યેક બુધ્ધના લાભ મેળવ્યા હોય તે અચ્છેરા (આશ્ચર્ય) રૂપ જાણવા //રા/
વળી જેવીરીતે લાડવાઓ દલાદિ ત્રણથી સારા હોવા છતાં પણ દ્રાક્ષાદિ મસાલાના યોગથી વિશિષ્ટતમ સૌભાગ્યને પામે છે. તેવી રીતે ધર્મીઓ પણ સમ્યત્વાદિનો યોગ થવા છતાં પણ ઔચિત્ય ગુણવડે સૌભાગ્ય અને સુંદરતાને પામે છે. તેથી કહ્યું છે કે... મનુષ્યપણું સમાન હોવા છતાંપણ જે કોઈ કીર્તિને પામે છે. તે નિર્વિકલ્પ પણે ઉચિત આચારણનું માહભ્ય - મહિમા જાણવો //લી
વળી પણ... ઔચિત્યપૂર્વક આંખમાં આંજેલ અંજન પણ શોભાને માટે થાય છે. ઔચિત્ય વિના પગમાં પહેરેલું (રહેલું) કુંડલ પણ શોભાને માટે બનતું નથી. IIII
તેવી રીતે ઔચિત્ય જાળવવાથી આદેયપણું પ્રશંસા-સ્તુતિ નહિ કરવા છતાં પણ લોકોમાં શીધ્ર વિસ્તરી જાય છે. પ્રાયઃ પીડાથી દુઃખી થયેલા દુશ્ચિત્તવાળાને રાજા સાત્વન આપે છે. તેને અહીંયા પણ ત્રિવર્ગ (ધર્મ, અર્થકામ) પ્રાપ્ત થાય છે. જેથી આ લોક અને પરલોકમાં પણ શુભ કલ્યાણ થાય છે. અથવા પંડીતોને ઔચિત્ય ચિંતામણી શું નથી આપતું ? વળી તે ઔચિત્ય દેવ, ગુરૂ અને સાધર્મિકાદિના વિષયમાં પિતા, માતા, પત્નિ, પુત્ર, ભાઈ, સ્વજન, પરિજનાદિના વિષયમાં, રાજા મંત્રી, શ્રેષ્ઠિ, નગરજન અને પરધર્મી વિ. ના વિષયમાં ઔચિત્યના ઘણા ભેદ છે. તેથી તે સ્વયં બીજા ગ્રંથીથી જાણી લેવું. .
સમ્યક્ત્વાદિ ચારના યોગથી સુંદર આરાધના કરનાર શ્રી અભયકુમાર મંત્રી, શ્રી કુમારપાલ રાજા, શ્રીવાસ્તુપાલ મંત્રી, શ્રી પૃથ્વીધર (પેથડશાહ), જગસિંહ, મુહણસિંહ આદિ સજ્જનોના દૃષ્ટાંતો જાણવા.
શ્લોકાર્થ :- વિમોહ (વ્યામોહ) પર વિજયરૂપ લક્ષ્મી મેળવવા માટેની ઈચ્છાવાળા છે ભવિઓ ! લાડુના દૃષ્ટાંતથી સમ્યકત્વાદિ ચાર અંગથી યુક્ત ધર્મને પામીને સંપૂર્ણ આદર પૂર્વક તેમાં પ્રયત્ન કરો. અથવા તેને સેવો.
તે પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે – તરંગ ત્રીજો (૩) પૂર્ણ છે.
[ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (17) પ્ર.ઉ.ના અં.૪,૮.૩]
:::::::::::::::::જી