________________
વળી અશુધ્ધ સમ્યક્ત્વ અથવા સમ્યક્ત્વ રહિત પણામાં પ્રાયઃ ભાવ વિ. પણ કદાગ્રહાદિથી યુક્ત અશુધ્ધજ થાય છે. - સ્ફૂરે છે. જમાલી, ગોષ્ઠામાહિલાદિની જેમ અને પૂર્વભવનો તપસ્વી નૈરિક તાપસ તથા કોણિક રાજા વિ. ની જેમ, વળી અશુધ્ધ સમ્યક્ત્વ દેવગુરૂ ધર્મને વિષે મિથ્યાત્વની ક્રિયા વિ. વડે, અથવા કષાયાદિ વડે કલુષિત કરવાથી અશુધ્ધ સમ્યક્ત્વ, તેવા પ્રકારનું તે હોવે છતે શ્રાવકોના દાનાદિ પૌષધ અને આવશ્યકાદિ ધર્મપણ અલ્પ ફલને જ આપનાર છે. પોતે બનાવેલી વાવમાં દેડકા રૂપે થયેલા નંદમણિકારાદિની જેમ અને સર્વવિરતિ ધર્મ સ્વીકાર્યો હોવા છતાં પણ કિલ્બિષિક દેવપણું પામેલા જમાલિ વિ. ની જેમ. તેથી કદાગ્રહ વિ. વડે મોટાપ્રમાદ થકી અથવા મિથ્યાત્વપણાની ક્રિયા વડે કલુષિત કરેલા સમ્યકત્વ વડે અથવા મિથ્યા દૃષ્ટિ વડે કરેલા દાનાદિ અનુષ્ઠાનો ધર્મરૂપે કરાતા હોવા છતાં પણ ધર્મના ફલને નહિ આપનાર હોવાથી માત્ર ધર્મનોજ આભાસ જ છે. એ પ્રમાણે શુધ્ધ સમ્યક્ત્વ સહિતનો ધર્મ જ મહાફલને આપનાર છે. અને મોદકની જેમ શ્રેષ્ઠ મંગલ રૂપ છે. જેમ શુધ્ધ દલમાં જેમ જેમ થી સારૂં તેમતેમ મોદકમાં રસવૃધ્ધિ વધારે. એ પ્રમાણે શુધ્ધ સમ્યક્ત્વમાં પણ જેમ જેમ ભાવ સારા તેમ તેમ ધર્મ મહાફલવાળો થાય છે. વળી જેમ દલ (લોટ), ઘી સારુ હોવા છતાંપણ લાડવા ગળપણથી જ સ્વાદિષ્ટપણાને પામે છે. અને વિશેષ પ્રકારે પુષ્ટિ વિ. નું કારણ થાય છે. એ પ્રમાણે સમ્યક્ત્વ અને ભાવ હોવા છતાં પણ ધર્મ જે પ્રમાણે કહ્યો છે. તે પ્રમાણેની વિધિ સહિત કરાય તોજ ક૨ના૨ને અહીંયાં પણ મોટા ફલનું કારણ બને છે. અને પરલોકમાં સંપૂર્ણ સુખની સંપદારૂપ અને કર્મના ક્ષય વિ. વિશેષ ફલને માટે થાય છે....
કહ્યું છે કે શિલ્પ અને શસ્ત્રને જાણતો હોવા છતાં જો તેનો ઉપયોગ કરતો નથી. તે ફલને પામતો નથી. તેમ જે જ્ઞાની હોવા છતાં જયણાને પાળતો નથી તે જ્ઞાનના ફલને પામતો નથી. ||૧|| જેઓ કેટલાક વળી મરુદેવાદિના દૃષ્ટાન્તો આગળ કરીને ક્રિયાવિના પણ કેવળભાવનેજ મોક્ષનું કારણ કહે છે. તેઓ વાસ્તવિક જિનવચનના તત્ત્વને જાણતા જ નથી. તેવી રીતે ધર્મદાસ ગણિએ કહ્યું છે કે... કેટલાક આલંબન કરીને ત્રણભુવનમાં અચ્છેરા રૂપ જેવી રીતે કર્મખપાવીને મરૂદેવી માતા સિધ્ધ થયા. Ill
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (175) પ્ર.ઉ.ના અં.૪,ત.૩