________________
રીતે ધર્મ પણ (૧) સમ્યકત્વ (૨) ભાવ (૩) વિધિ અને (૪) નિજોચિત ગુણથી યુકત સંપૂર્ણ ફલ આપનારો થાય છે.
ધર્મનું સંપૂર્ણ ફલ યથાયોગ્ય આ ભવને વિષે સર્વ જનમાં પ્રશંસાપણું, રાજા વિ. માં માન્યપણે તેવા પ્રકારે અસાધારણ કીર્તિ, પ્રતિષ્ઠા, દેવતાનું સાનિધ્ય, મનવાંછિત સર્વસિધ્ધિ, સંપૂર્ણસમૃધ્ધિ, જય, વિજય રાજ્યાદિ છે. વળી પરલોક ને વિષે સ્વર્ગ, અપવર્ગ (મોક્ષ) રૂપ સંપૂર્ણ ફલ જાણવું, ધર્મારાધક ઘણા હોવાથી (ધર્મી અને ધર્મની) અભેદ વિવિલાથી ધર્મા: (ધર્મવાળાઓ) એ પ્રમાણે બહુવચન છે.
(૧) સમ્યકત્વઃ- તેમાં સર્વજ્ઞએ કહેલા તત્પર અતૂટ શ્રધ્ધા શુધ્ધ દેવ, ગુરૂ, ધર્મને વિષે શ્રધ્ધા તે સમ્યત્વ
(૨) ભાવ - મનના શુધ્ધ પરિણામ વિશેષ, દેવગુરૂ, ધર્મ, સાધર્મિકાદિ ને વિષે તેવા પ્રકારની આસ્થા (શ્રધ્ધા) ભક્તિ બહુમાનાદિ તે ભાવ.
(૩) વિધિઃ- જે ધર્મ વિશેષે અહપૂજા, જ્ઞાન, દાન, આવશ્યક, પચ્ચખાણ વિ. આગમમાં પ્રસિધ્ધ આચાર તે પૂર્વક અહેતુપૂજા, સામાયિક, પ્રતિક્રમણ અને દાનાદિ અનુષ્ઠાન તે વિધિ.
(૪) નિજોચિત્ત - પોતાને ઉચિત શ્રાવકાદિ અથવા સાધુ વિ. દેવ, ગુરુ, માતા, પિતાને વિષે વિનય, બહુમાન, દાન, સત્કાર, ચિત્તને આકર્ષક વચનાદિ ગુણો અને તેનાથી યુક્ત ઈતિ.
દષ્ટાંત અને દાષ્ટ્રન્તિકની વિચારણા આ પ્રમાણે.... જેવી રીતે મોદકનો આધાર દલ જ છે. તે (દલ) વિના મોદકની પ્રાપ્તિ થતી નથી. દલ (લોટ) ની જેમ જેમ અધિકાધિક શુધ્ધિ તેમ તેમ ઘી વિ. ના યોગ (મિશ્રણ) થી અથવા તેવા પ્રકારના સંસ્કારના કારણે અધિકાધિક તેવા પ્રકારના રસ, સ્પર્શ, રૂપ, સુગંધ, સૌંદર્યાદિ ગુણવડે દેવો પણ ઈચ્છે એવા પ્રકારના લાડુ બને છે. અને શુધ્ધ દલ (લોટ) માં ઘી, ગોળ, મશાલો પણ શુધ્ધ ઉત્તમ જ નાખવા અને તેમાં તે યુક્ત થવાથી સારી રીતે શોભે છે. તે લાડવા તેવા પ્રકારના રસાદિ ગુણ (સ્વાદ) વડે સુંદરતાને સારી રીતે પામે છે. તથા તે
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)] 173 પ્ર.ઉ.ના અં.૪,તા.૩]