________________
પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશ (તરંગ-૪)]
હવે પૂર્વનીજ ગાથાને પાંચમાં અતિશય રૂપભેદને દૃષ્ટાંત સાથે જોડીને ઉપદેશ રૂપે કહે છે. (૧) દલ (૨) ઘી (૩) ગળપણ (૪) દ્રાક્ષાદિ (૫) રૂપ્ય (ચાંદી – સોનાના વરખ) યુક્ત લાડવા જેમ ઈષ્ટ ફલને આપે છે. તેમ....
(૧) સમ્યકત્વ (૨) ભાવ (૩) વિધિ (૪) ઔચિત્ય અને (૫) અતિશય યુક્ત ધર્મ ઈષ્ટ ફલને આપે છે. [૧]
વ્યાખ્યા - લોટઆદિ ચાર પહેલા કહેલા સ્વરૂપવાળા અને સાથે પાંચમું રૂપા-ચાંદી ઉપલક્ષણથી (બીજી રીતે) સુવર્ણાદિથી યુક્ત લાડુ ઈષ્ટફલને આપે છે. ઈષ્ટ એટલે ઈચ્છિત ગ્રાહકને આફ્લાદ વિ. રૂપ શ્રેષ્ઠફલને જે આપે છે. તે ઈષ્ટ ફલ કહેવાય છે. તેવી રીતે સમ્યકત્વાદિ ચાર પૂર્વે કહેલા સ્વરૂપ સાથે પાંચમાઅતિશયથી યુક્તધર્મ ઈષ્ટફલ આપનાર થાય છે. ઈષ્ટફલ એટલે અતિશય, સુખ, ઋધ્ધિ, મહાઐશ્વર્ય વગેરે ચક્રીપણું, ઈન્દ્રપણું, તીર્થકરપણું જે પ્રાપ્ત કરાવે છે તે ઈષ્ટફલ તેમાં અતિશય એટલે અવધિજ્ઞાનાદિ જેમકે શ્રી આનંદ કામદેવાદિ શ્રાવકોનું અને શીલવતી વિગેરે શ્રાવિકાનો શીલ અતિશય જાણવો. અથવા અતિશય એટલે ઉત્કર્ષ શીલાદિ ગુણવિષય જેમકે સુદર્શન શ્રેષ્ઠી વિ. શ્રાવકોનું શીલ અને સીતા દ્રૌપદી આદિશ્રાવિકાઓનું શીલવ્રત રૂપ અતિશય, શ્રી શ્રેણીક રાજા વિ. નો અને સુસાદિ શ્રાવિકાઓનો સમ્યકત્વ રૂપ અતિશય, પ્રભાવતીરાણી વિ. નો દેવભક્તિ રૂપ અતિશય, દંડવીર્ય રાજાનો સાધર્મિક ભક્તિરૂપ અતિશય, જગડુશા શેઠ વિ. નો દાનરૂપ અતિશય, નાગકેતુ શ્રેષ્ઠિ વિ. નો તરૂપ અતિશય, અચકારી ભટ્ટા વિ. નો ક્ષમારૂપ અતિશય, જીર્ણશ્રેષ્ઠિ વિ. નો ભાવરૂપ અતિશય, શ્રી કુમારપાલ રાજાનો દેવભક્તિ, ગુરુભક્તિ, શ્રી સમ્યકત્વ, અણુવ્રતાદિ, સર્વધર્મના ભેદ (વિષય) રૂપ અતિશય, શ્રી વસ્તુપાલ તેજપાલ અને અનુપમાનો વિવેક રૂપ અતિશય, ઈત્યાદિ. - તેમાં અનુપમા દેવીના વિવેકરૂપ અતિશયનું કંઈક લેશમાત્ર દૃષ્ટાંત કહે છે. શ્રી આબુપર્વત પર પૂર્ણથયેલ શ્રી ઉણિકવસઈના ગર્ભગૃહમાં શ્રી નેમિનાથ [[ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | 177).ઉ.ના અં.૪,ત.]
:
:
*, *, *
*,
.
.
.
.
.
.
. *,*
*,
,
,
,
,
, :
* * * * * :-:-:-: