________________
બાધા, આખડીની માનતા કરવા થકી અને શ્રધ્ધા વગેરે પિતૃકાર્યને અનુસરવા થકી, મિથ્યાત્વ, ઈર્ષા, કદાગ્રહ વિ. થકી અને નિદ્રા, વિકથા, વિષય કષાયાદિ પ્રમાદ વડે કરીને દુર્લભ એવા જિનધર્મને પામીને પણ (આત્માને) કલુષિત કરે છે. અને ભવને (સંસારને) વધારે છે. ને કહ્યું છે કે જેવી રીતે (૧) દોષ અને ગુણ કરનાર અને (૨) દોષ કે ગુણ નહિ કરનારા (૩) ગુણ કરનાર અને (૪) દોષ કરનાર એમ ચાર પ્રકારે ઔષધ છે. તેવી રીતે (૧) મિથ્યાત્વ (૨) સમ્યકત્વ (૩) તે બન્નેથી મિશ્ર અને (૪) ભાવશૂન્ય એમ ચાર પ્રકારે ધર્મ છે.
વળી કહ્યું છે કે. લૌકિક મિથ્યાત્વનો ત્યાગ કરીને જેઓ લોકોત્તર મિથ્યાત્વમાં મુંઝાય છે. તે વનના દાવાનલથી નાસીને ઘરમાં લાગેલી આગથી બળે છે. વળી પુણ્યકાર્ય (સુકૃત) માં શિથિલતા, ઈર્ષા, કદાગ્રહ, ક્રોધ, પશ્ચાતાપ, માયા, અવિધિ અને રસાદિ ગારવ, પ્રમાદવાળા, કુગુરૂ, કુસંગતી અને પ્રશંસાની ઈચ્છા વિ. ધર્મને દુષિત કરનારા કહ્યા છે. //વો તેથી શુધ્ધ ધર્મ દુર્લભતમ છે. નજીકમાં મોક્ષે જનારા કેટલાક જ તે શુધ્ધ ધર્મને પામે છે.
તેવી રીતે કહે છે કે.... ' વિ વિશુધ્ધા અતૂર સિવાઈતિ દેવગુરુ આદિની શુધ્ધિથી શુધ્ધધર્મ થાય છે. કહ્યું છે કે :- બધા તત્ત્વમાં ગુરુતત્વ પ્રધાન છે. હિતની ઈચ્છાવાળાઓએ તેમનો આશ્રય કરીને તેમણે કહેલું કરવું. હે મુઢ ! એ પ્રમાણે ધર્મની પરીક્ષા કર્યા વિના ધર્મમાં ફોગટ પ્રયત્નને કરે છે. [૧]
જે જ્યાં ગુરુ શુધ્ધ નથી તેવા ગુરથી અવિધિ વાળા કહેલા ધર્મથી તમે મોક્ષને પામી નહિ શકો. “સત્ય ઔષધ નહિ જાણનારા એવા વૈદ્ય કહેલા રસાયણથી રોગી નિરોગી થતો નથી.”
હે ભદ્ર! જેવી રીતે સગુણવાળા (તારા) ગજ, અશ્વ, વહાણ, બળદ પોતાના કે બીજાના રથોને ઈષ્ટ પદને માટે પંડીત - હોંશિયાર લોકો સેવે છે. એ પ્રમાણે મુક્તિને માટે સદ્ગણવાળા શુધ્ધ દેવ, ગુરુ અને ધર્મને સેવો. //રા/ ઈત્યાદિ શિવસુખની ઈચ્છાવાળાએ શુધ્ધધર્મજ સેવવા યોગ્ય છે. || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 171).ઉ.ના અં.૪,તા.૨
. . . .
. . . .
. . . . . * * * * * *
*
, , , , , . . . . . . . .
:::::::::::::
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::