________________
કર્મભૂમિમાં જન્મેલા જ. તેમાં પણ ઘણા અનાર્ય દેશોમાં જન્મવાને કારણે, આર્યદેશમાં જન્મેલા પણ ઘણા અજ્ઞાનને કારણે, કુટુંબઇનાદિમાં લાગેલા મોહને કારણે, ધન અર્જન માટે મોટા (રાજ) વ્યાપાર વિ. માં વ્યગ્રપણાને લીધે, વિષયાદિમાં લંપટપણાને કારણે, જુગારાદિની લતને કારણે અને ધર્મ સામગ્રીના અભાવને કારણે અને પરવશતાને કારણે વળી ધર્મ એ પ્રમાણે અક્ષરરૂપ સળી વડે પણ કર્ણ નહિ વીંધાવાના (ધર્મ શબ્દ નહિ સાંભળવાના) કારણે, ધર્મને જાણતા નથી. એટલે કરતા નથી. અતિ અલ્પ એવા કેટલાક જેમતેમ કરીને ધર્મને જાણે છે. તેમાં પણ શ્રધ્ધા ધરનારા સ્વલ્પ અને આચરનારા એથી પણ થોડા (સ્વલ્પતર) એ પ્રમાણે પહેલા કહેલા જીવોથી ધર્મને જાણનારા અત્યંત થોડા (સ્વલ્પતર) છે.
"નિતિ મnિi ચેતિ’ વળી જિનેન્દ્ર ભગવાને કહેલો ધર્મ પહેલા (આપૂર્વે) કહેલા જીવોથી પણ સ્વલ્પતમ (અધિકાધિક ઓછા) લોકો જાણે છે. કારણ કે મનુષ્ય આર્યકુલાદિ સામગ્રી પામવા છતાં પણ નજીકમાં મોક્ષ નહિ હોવાના કારણે અને મિથ્યાત્વ મહોનીય કર્મ દુર્જય હોવા આદિના કારણે અથવો વિષયાદિમાં લુબ્ધપણું હોવાના કારણે વિષયાસકત એવા દેવગુરુ (મિથ્યાત્વી)માં આસ્થા (શ્રધ્ધા)વાળા જીવો પ્રાયઃ કુપંથમાંજ ભમે છે.
કહ્યું છે કે – વિષયસુખના લોભને કારણે મનુષ્યપણાના ભાવને પામવા છતાં પણ જિનધર્મ દુર્લભ છે. ઘણા કુપંથ બૌધાદિ પર્દર્શનીઓએ અને ૩૬૩ પાખંડીઓએ બતાવેલો કલ્પિત ધર્મ તે ધર્મ પર ચાલનારા કુપંથી જાણવા તે સર્વે મોક્ષનગરમાં જવાની ઈચ્છાવાળા હોવા છતાં પણ તે ધર્મ પ્રતિકુળ હોવાથી.... કુપંથ કહેવાય છે. (તે ધર્મ મોક્ષ નહિ આપતો હોવાથી) વળી કેટલાક નજીકમાં જ પરમપદને પામનારાઓ લઘુ કર્મી જીવો જિનપ્રણીત ધર્મને જાણે છે. કહ્યું છે કે :- સર્વ કલ્યાણકર પરમપદ નજીક થતાં જીવ જિનેશ્વરે કહેલો ધર્મભાવથી સ્વીકારે છે. અને તેમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મના બળને કારણે પાર્થસ્થાદિની કુસંગતિથી નબળાઈના કારણે આલોકના સુખ, ધન, સંપત્તિ આદિની ઈચ્છાથી વિમોહી (મુંઝાયેલા) બનવાના કારણે અને વળી લૌકિક લોકોત્તર ચમત્કારી દેવગુરુ આદિની પૂજા યાત્રા, બલિ,
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |
પ્ર.ઉ.ના અં.૪,તા.૨
:
:::::::::::::::
::::::
::::::::::::
: : : : : : : : : :::::::::::::