________________
ઝીણા અવાજ કરતા કંકણાદિ આભરણથી શોભતી સ્ત્રીના હાથના આલિંગનના સ્પર્શના સુખથી પુષ્પ પાન વિ. ખીલે છે અને અશોકાદિ વૃક્ષને વિષે રાતાકમલના ચૂર્ણથી લાલ તળીયા વાળા ચરણકમલના અને હાથના પ્રહારથી જલ્દી પુષ્પ, પાન વિ. ઉગે છે. તે સ્પર્શેન્દ્રિયના જ્ઞાનનું સ્પષ્ટ (પ્રત્ય રીતે) લીંગ (લક્ષણ) સારી રીતે જણાય છે. પી.
તેવીરીતે કુવામાં રહેલ પૃથ્વીકાયરૂપ પારાનું પણ ઘોડાપર બેઠેલી સ્ત્રીના મુખના દર્શનથી તેના પ્રતિ ઉછળીને દોડવું. તે ચક્ષુરિન્દ્રિયનું જ્ઞાન સ્પષ્ટ છે. અને વળી તેનો તે મૈથુનની અભિલાષારૂપ કામ પણ પ્રગટ છે. તિલકતરૂ આદિનું પણ પૂર્વે કહેલા પ્રકાર વડે તે પણ બતાવ્યું જ છે. તેવી રીતે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરેન્દ્રિય બધાય આહારાદિ સંજ્ઞાને ભજનારા હોવાના કારણે પૂર્વે કહેલા કામનું લક્ષણ જણાય છે.
પ્રાયઃ કરીને પોતાની જાતની વિષ્ટામાં વિકસેન્દ્રિયો ઉત્પન્ન થાય છે. વળી પોતાની લાળમાં ચતુરિન્દ્રિયો ઉત્પન્ન થાય છે. મૂછ સંજ્ઞાના પ્રભાવથી તે ત્રિ, ચતુરિન્દ્રિઓ પણ ઉત્પન્ન થાય છે. મલ, મૃતક માં ઉત્પન્ન થયેલા જંતુઓને જંતુઓ સેવે છે. એ પ્રમાણેના વચનથી મૈથુનના અભિલાષ રૂપ પણ કામ તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયમાં હોય છે. વળી અસંજ્ઞી પંચેન્દ્રિયો જલચર, સ્થલચર, ખેચર વિ. ભેજવાળા તિર્યંચોને, મનુષ્યને, દેવને, વેદોદયાદિના કારણે પૂર્વે કહેલા સ્વરૂપે કામ (વિષય) સ્પષ્ટ જ છે. એ પ્રમાણે સાચું કહ્યું છે કે બધા કામને જાણે છે.
''યંત્તિ” ચોથાપદ ચરણમાં અલ્પ અલ્પ એ વચનથી પૂર્વે કહેલાથી અલ્પજીવો અર્થને જાણે છે. એટલે કે અર્થ (ધન) ને માટે પ્રયત્ન કરે છે. તેમાં કેટલાક એકેન્દ્રિયો પણ અર્થમાં મુંઝાયેલા દેખાય છે. તથા કહ્યું છે કે... બિલ્વપલાસ લોભને કારણે નિધાન ઉપર મૂળિયા ઢાંકે છે. અર્થમાં લુબ્ધ વિકલેન્દ્રિઓ ભમે છે.
તે આ પ્રમાણે - કડી વિ. ધાન્યનો સંગ્રહ કરે છે. મધમાખી વિ. મધપૂડો બનાવે છે. અને તેમાં લુબ્ધ તેઓ તે મધુને લેનારાઓને ડંસે છે. તે ઉડી જતી નથી. તે અગ્નિમાં બળી જાય છે. ભસ્મીભૂત થાય છે. ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)(168)[પ્ર.ઉ.ના અં.૪,તા.૨]
*
*
*
*
*
*
*
*
e
s sesse :::::::::::
જબ
::::::::::::::
:::::::::::