________________
પંચેન્દ્રિયમાં સર્પો નિધાન ઉપર અધિષ્ઠાયક થઈને રહે છે. તે (ધન) લેનારાને સે છે. ખંજરીટા (પક્ષી) નિધિ જોતાં નાચે છે. અને ગોધરક, શિયાળ વિ. અવાજ કરે છે. ઉદર વિ. પણ નિધાનાદિમાં લોભાય છે. તેના પરિગ્રહ કરેલા નિધાનાદિને ગ્રહણ કરતાં હૃદય (માથા) ને પછાડવાદિના કારણે મૃત્યુ પામે છે. અને સંભળાય છે કે કુમારપાલ રાજાએ ઉંદરના અધિષ્ઠિત નિધાનને લઈ લેતાં તે ઉંદરનું મૃત્યુ જોઈ ખેદપામવાથી તેના નામનો મૂષક વિહાર એ નામથી પ્રસિધ્ધ જૈન ચૈત્ય કરાવ્યું ઉન્દિરા (ઉંદરા) નામના ગામની સ્થાપના વિ. પણ કરાવી. દેવોમાં ઘણાય વ્યંતરાદિ નિધાનના અધિષ્ઠાતા થઈને રહે છે. કેટલાક ગૃહાદિના પણ અધિષ્ઠાતા થઈને રહે છે. મનુષ્યમાં પણ ધનનો લોભ સ્પષ્ટ જ છે. આ બધા અર્થના અભિલાષીઓ પહેલા કહેલા કામના ઈચ્છુકો કરતાં પણ થોડા જ છે. ઈતિ.
રિ'' અર્થના ઈચ્છુકો કરતાં પણ થોડા ખેતી વેપારાદિ અને ગીત, નૃત્ય, યુધ્ધાદિ કર્મને જાણનારા છે. અને તેમાં તિર્યંચ કરોળિયામાં જાલરચનાદિનું શ્રેષ્ઠ વિજ્ઞાન છે. મધમાખીમાં મધપુડો બનાવવાનું કૌશલ છે. કીડી, ઉધઈ વિ. માં રાફડો બનાવવાનું, ભ્રમરાદિમાં ઘરની રચનાદિની શક્તિ છે. પંચેન્દ્રિયમાં સુગ્રીવપક્ષમાં ઘર (માળો) બનાવવાની ચતુરાઈ આશ્ચર્ય કરનારી છે. મોરમાં નૃત્યકલા છે. કોયલમાં ગાવાની રીત સુંદર છે. પોપટાદિને વિષે કાવ્યાદિ પાઠનું કૌશલપણું છે. કુકડામાં યુધ્ધ, હંસમાં દૂધ અને પાણીને જુદા કરવાની આવડત, બિલાડીમાં દંભ (માયાનું) ચાતુર્ય, ગરોળીમાં શિકાર, કાગડો, સસલું, શિયાળાદિમાં કપટબુધ્ધિ, સર્પાદિને વિષે વેરલેવા વિ. ની બુધ્ધિ, આદત વિ. કેટલું કહી શકાય ? મનુષ્યમાં તો ખેતી વિ. કર્મના બહુતર પ્રકાર, લેખન વિ. કલાના વિવિધ પ્રકારના જ્ઞાન વિ. સુપ્રસિધ્ધ છે. ઈતિ એ પ્રમાણે દેવનારકમાં પણ સમજી લેવું. પરંતુ એ બધાના કાર્યને જાણનારા પહેલાં કહેલાં કરતાં (એક પછી એક) સ્વલ્પજ જાણવા. “ધર્મ તિ” કાર્યને જાણનારા કરતાં ધર્મને જાણનારા ઓછા છે. કારણ કે અનંતજીવ હોવા છતાં પણ મનુષ્યને છોડીને બીજા જીવો પ્રાયઃ ધર્મને જાણતા નથી. તિર્યંચો વિવેક રહિત હોવાથી, વળી દેવ વિષયાસક્ત હોવાથી અને નારકો વેદનાથી આકુળ-વ્યાકુલ હોવાથી ધર્મ વિનાના છે. મનુષ્યો પણ
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 169 પ્રિ.ઉ.ના અં.૪,તા.૨
.::
::::::::
:
:::